CHOTILAGUJARATSAYLASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOTHANGADHWADHAWAN

સુરેન્દ્રનગર જીલ્લા SOG પોલીસે નાગાલેન્ડ અને મણીપુરથી લાવવામાં આવેલ 25 હથિયાર કબ્જે કર્યા.

મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.30/03/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

મણીપુર અને નાગાલેન્ડ રાજ્યમાંથી શંકાસ્પદ રીતે હથિયાર પરવાના મેળવી કુલ 21 ઈસમો પાસેથી કુલ 25 હથિયાર સહિત 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લામાં ગેરકાયદેસર હથીયારો રાખનાર ઇસમો શોધી કાઢી હથીયાર ધારાના વધુમાં વધુમાં કેશો કરવા તેમજ ગેરકાયદેસર હથીયારો મોટા ભાગે બહારના જીલ્લા રાજ્યમાંથી આવતા હોય જે અંગે એક રેકેટ ચાલતુ હોય જે રેકેટનો પર્દાફાશ કરવા માટે સુચના અને માગૅદશૅન આપેલ હોય જે સુચના અને માર્ગદર્શન આધારે એસઓજી PI બી. એચ. શીંગરખીયા નાઓએ બાતમી મેળવેલ કે સુરેન્દ્રનગર જીલ્લામાં અમુક ઇસમો જેમના વિરૂધ્ધ સુરેન્દ્રનગર જીલ્લામાં તથા આજુબાજુના જીલ્લામાં ગુનાઓ દાખલ થયેલ છે અને આવા ઇસમોને સુરેન્દ્રનગર જીલ્લામાંથી જીલ્લા કલેકટર સાહેબ તથા ગુજરાત રાજ્યમાંથી હથીયાર લાઇસન્સ મળવાની સંભાવના ઓછી હોય તેમજ જેઓને હથીયાર રાખવા માટે લાઇસન્સ મળેલ ન હોય અથવા મળી શકે તેમ ના હોય તેવા ઇસમો બહારના રાજ્યમાંથી જેમા ખાસ કરીને મણીપુર અને નાગાલેન્ડ જેવા રાજ્યમાં ત્યાંના કે અન્ય એજન્ટો થકી ઓલ ઇન્ડીયા પરમીટ મેળવેલાની હકિક્ત મળેલ હોય જે શંકાસ્પદ જણાઇ આવતા જે બાબતે નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ સુરેન્દ્રનગરના ઓની મંજુરી આધારે આ કામે હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સોર્સીસ આધારે સુરેન્દ્રનગર જીલ્લાના કુલ-૨૧ ઇસમોએ મણીપુર અને નાગાલેન્ડ રાજયમાંથી ગુજરાત રાજયના તથા મણીપુર અને નાગાલેન્ડ તથા હરીયાણાના એજન્ટ મારફ્તે હથીયાર ધારા અંગેના પરવાના મેળવી કુલ-૨૫ હથીયારો જેમા ઉમેશભાઈ ઉર્ફે બાબુભાઈ ડાયાભાઈ આલ રહે, ગોકુળનગર રબારી નેસ દેશળ ભગતની વાવ 80 ફુડ રોડ સુરેન્દ્રનગર જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,50,000 તથા કેવલભાઈ રમેશભાઈ કલોતરા રહે, 80 ફુટ રોડ સુરેન્દ્રનગર જેઓની પાસેથી પિસ્ટલ કિ.રૂ.1,50,000 તથા અશોકભાઈ રમેશભાઈ કલોતરા રહે, 80 ફુટ રોડ સુરેન્દ્રનગર જેઓની પાસેથી પિસ્ટલ કિ.રૂ.1,50,000 તથા હરિભાઈ ચોથાભાઈ બાંભા રહે, વગડીયા મુળી જેઓની પાસેથી પિસ્ટલ કિ.રૂ.1,00,000 તથા લક્ષ્મણભાઈ ઓળખે બકાભાઇ ચોથાભાઈ બાંભા રહે, વગડીયા મુળી રિવોલ્વર કિ.રૂ.1,50,000 તથા હરિભાઈ રણુભાઈ જોગરાણા રહે, વગડીયા મુળી જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,50,000 તથા રૂપાભાઈ ખોડાભાઈ જોગરાણા રહે, નાના ટીમલા લીમડી જેઓની પાસેથી રિવોલ્વર કિ.રૂ.1,50,000 તથા મયુરભાઈ લક્ષ્મણભાઈ સોડલા રહે, લીમડી જુના જીનપરા જૂની તાલુકા પંચાયત પાસે લીમડી જેઓની પાસેથી રિવોલ્વર કિ.રૂ.1,00,000 તથા બારાબોર કિ.રૂ.50,000 તથા નટુભાઈ કાળાભાઈ બાંભા રહે, વગડીયા મુળી જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા બારાબોર રૂ.50,000 તથા દિનેશભાઈ કરસનભાઈ સભાડ રહે, થાન જુના ભરવાડ નેસ થાનગઢ જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા વરજાંગભાઈ હનુભાઈ મીર રહે, ઢોકળવા ચોટીલા જેઓની પાસેથી પિસ્ટલ કિ.રૂ.1,00,000 તથા બારાબોર રૂ.50,000 તથા ભરતભાઈ રમેશભાઈ અલગોતર રહે, થાન જીઇબી પાછળ થાનગઢ જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા રાહુલભાઈ જગાભાઈ અલગોતર રહે, જામવાડી થાનગઢ જેઓની પાસેથી પિસ્ટલ કિ.રૂ.1,50,000 તથા બારાબોર રૂ.80,000 તથા ગોપાલભાઈ હીરાભાઈ જોગરાણા રહે, સાયલા સંત કૃપા સોસાયટી સાયલા જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા બારાબોર રૂ.50,000 તથા ગબરુભાઈ મોગલ સગરામભાઇ સાંબડ રહે, સુદામડા સાયલા જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા લીંબાભાઇ ભોટાભાઈ સરૈયા રહે, સાપર સાયલા જીઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા બારાબોર રૂ.50,000 તથા રમેશભાઈ કુવરાભાઈ વરૂ રહે, ચરમાડિયા નગર ઘૂઘરી પાર્ક બાજુમાં અલ્ટ્રા વિઝન સ્કૂલ પાસે 80 ફુટ રોડ સુરેન્દ્રનગર જેઓની પાસેથી રીવોલ્વર કિ.રૂ.1,00,000 તથા બારાબોર રૂ.70,000 તથા ગણપતભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર રહે, જામવાળી થાનગઢ જીઓની પાસે હથિયાર લીધેલ નથી તથા જયેશભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર રહે, જામવાડી થાનગઢ જેઓની પાસે હથિયાર લીધેલ નથી તથા લાલાભાઇ વિઠ્ઠલભાઈ અલગોતર રહે, જામવાડી થાનગઢ જેઓની પાસે હથિયાર લીધેલ નથી તથા હીરાભાઈ વિઠ્ઠલભાઈ અલગોતર રહે, જામવાડી થાનગઢ જેઓની પાસે હથિયાર લીધેલ નથી જેઓની પાસેથી પિસ્ટલ-૫, રીવોલ્વર-૧૨, બારાબોર-૮ મેળવેલાની હકિકત મળેલ હોય જે તમામ ઇસમોને સુરેન્દ્રનગર એસઓજી કચેરીએ લાવી તેઓની પુછપરછ કરતા તેઓએ મણીપુર તથા નાગાલેન્ડ ખાતેથી મુકેશભાઇ ભરવાડ રહે, મુળ વાકાનેર, છેલાભાઇ વેલાભાઇ ભરવાડ રહે, મુળ દરોદ ચુડા સુરેન્દ્રનગર હાલ રહે, સુરત, વિજયભાઇ ભરવાડ રહે, સુરત, શોકતઅલી રહે, હરીયાણાવાળાઓ મારફતે હથીયાર અંગે પરવાના મેળવેલાની તથા તે પરવાના આધારે ગુજરાત રાજ્ય તથા અન્ય રાજ્યમાંથી હથીયાર ખરીદી કરેલાની કબુલાત આપતા હોય જે શંકાસ્પદ પરવાના બાબતે ઉંડાણપુર્વક તપાસ કરવા માટે હથીયારો તથા પરવાના કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી ઉપરોક્ત ઈસમો પૈકી કુલ 17 ઈસમોએ હથિયાર પરવાના તથા હથિયાર મેળવેલ હોય જે પૈકી 14 ઈસમો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તથા ત્રણ ઈસમો ની તપાસ ચાલુ છે ચાર ઈસમોએ હથિયાર પરવાનો મેળવેલ છે પરંતુ હથિયાર ખરીદેલ નથી જે પૈકી એક ઈસમ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેમજ આ સમયે નાગાલેન્ડ તથા મણીપુર ખાતેથી હથિયાર પરવાના મેળવેલ હોય જે બાબતે પીઆઇ બી એચ શીંગરખીયા, પીએસઆઇ એન એચ રાયમા, પીએસઆઇ આર જે ગોહિલ, એએસઆઈ અનિરુદ્ધસિંહ ઝાલા, અશ્વિનભાઈ, અરવિંદ સિંહ ઝાલા, અમરકુમાર ગઢવી, અનિરુદ્ધસિંહ ખેર, અનિરુદ્ધસિંહ ઝાલા, નીતિનભાઈ ગોહિલ, રૂપાબેન જાની, ભાવિકાબેન સાકરીયા સહિત સમગ્ર ટીમ સાથે નાગાલેન્ડ તથા મણીપુર ખાતે પહોંચી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!