સુરેન્દ્રનગર જિલ્લો ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યવ્યાપી ઉજવણીમાં પણ જોડાશે
લીંબડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન

તા.10/11/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
લીંબડી તાલુકાના નાની કઠેચી ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ, સેવા સેતુ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની રાજ્યભરમાં ૧૫ નવેમ્બરે ઉજવણી થનાર છે આ ઉજવણીમાં સુરેન્દ્રનગર જિલ્લો પણ સામેલ થશે જેના જિલ્લા કક્ષાના આયોજન માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જિલ્લા કક્ષાની ઉજવણીના આયોજન સંદર્ભે જિલ્લા ક્લેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર રાજેન્દ્રકુમાર પટેલના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઇ હતી આ બેઠકમાં મહત્તમ લોકો આ કાર્યક્રમમાં સહભાગી બને તે માટે આયોજન હાથ ધરવા જણાવ્યું હતું સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાની ઉજવણી લીંબડી તાલુકાના નાની કઠેચી ગામમાં કરવાનું આયોજન હાથ ધરાયું છે આ ઉજવણીના ભાગરૂપે નાની કઠેચી ગામમાં સેવા સેતુ કેમ્પ અને મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોને આ કેમ્પનો લાભ લેવા માટે પણ અનુરોધ કરવામાં આવ્યો હતો આ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, તમામ પ્રાંત અધિકારી અને અગ્રણી સર્વશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને હાર્દિકભાઈ ટમાલીયા સહિતના અગ્રણીઓ અને સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




