GUJARATMULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર ખેડૂતોના નેતા રાજુભાઈ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું.

તા.11/02/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના જાણીતા નેતા રાજુ કરપડાએ રાજીનામું આપી દીધું છે એવું કહેવાય છે કે કડદા પ્રથાને લઈને હડદડમાં આંદોલન કરવા મામલે તેઓ ચર્ચામાં આવ્યા હતા તેમાં બોટાદમાં પથ્થરમારા જેવી ઘટનાઓ પણ બની હતી જોકે તેમણે રાજીનામું સોશિયલ મીડિયા પર જાહેર કરી દીધું છે રાજુ કરપડાએ તેમના રાજીનામામાં કહ્યું કે `જય કિસાન સાથીઓ દોસ્તો આજે આમ આદમી પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપી રહ્યો છું! મારો નિર્ણય જરૂર તમને ચોકાવશે.! પાર્ટીને મજબૂત બનાવવા માટે મેં પરિવાર થી વિશેષ મહત્વ અને સમય આપ્યો છે પરંતુ કુદરતે અહીંયા સુધીનો જ સાથ લખેલો છે મારા દ્વારા ક્યારેય કોઈની લાગણીને ઠેશ પહોંચી હોય તો ક્ષમા ચાહું છું આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય નેતૃત્વ તેમજ પ્રદેશ નેતૃત્વ સાથે જ મારા તમામ સાથીઓ અને ખેડૂતોનો મને પ્રેમ આપવા બદલ હૃદયથી આભાર માનું છું!’ રાજુ કરપડા વર્ષ 2021-22માં આમ આદમી પાર્ટીના વિચારથી પ્રેરાઈને જોડાયા હતા 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પાર્ટીએ તેમને ચોટીલા બેઠક પરથી ઉમેદવાર બનાવ્યા હતા જ્યાં તેમણે મજબૂત લડત આપી હતી નોંધનીય છે કે તેઓ હજુ થોડા સમય પહેલા જ બોટાદ કેસમાંથી મુક્ત થયા હતા જેલ મુક્તિના ગણતરીના દિવસોમાં જ પાર્ટીને અલવિદા કહી દેતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે AAP માટે મોટો ફટકો?સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ખેડૂત અને યુવા નેતા તરીકેની છાપ ધરાવતા રાજુ કરપડાનું જવું એ ‘આપ’ માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે શું તેઓ હવે અન્ય કોઈ રાજકીય પક્ષનો ખેસ ધારણ કરશે કે પછી અપક્ષ તરીકે કાર્ય ચાલુ રાખશે તેના પર સૌની મીટ મંડાયેલી છે રાજકારણમાં ફરી એકવાર મોટા ઉલટફેરના સમાચાર સામે આવ્યા છે આમ આદમી પાર્ટીના મજબૂત ગણાતા નેતા રાજુ કરપડાએ અચાનક પક્ષના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર પોસ્ટ મૂકીને તેમણે આ નિર્ણયની જાહેરાત કરી છે રાજીનામુ આપવા પાછળ વ્યક્તિગત કારણ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાથે તેઓ હવે ભાજપમાં જોડાશે તેવા તર્ક-વિતર્કો પણ થઇ રહ્યા છે.

Back to top button
error: Content is protected !!