GUJARATHALOLPANCHMAHAL
હાલોલ બગીચા બહાર કાર ડીવાઈડરમાં ભટકાતા પલ્ટી ખાઈ જતાં અક્સ્માત સર્જાયો,કારમા સવાર બે લોકોનો આબાદ બચાવ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૫.૧૦.૨૦૨૪
હાલોલ નગરના વડોદરા રોડ પર આવેલા બગીચા બહાર આજે સાંજના સુમારે એક કાર ડીવાઈડર સાથે ભટકાતા પલ્ટી ખાઈ જતાં અક્સ્માત સર્જાયો હતો.જોકે કારમા સવાર બે લોકોનો આબાદ બચાવ થવા પામ્યો હતો કાર પલ્ટી ખાઈ જતાં કારમા સવાર લોકોને હેમખેમ સ્થાનિકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા.જ્યારે તેઓને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જ્યારે કાર ચાલક હાલોલ તરફ જઈ રહ્યો હતો દરમ્યાન કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા અક્સ્માત સર્જાયો હોવાનુ જાણવા મળ્યુ છે.જ્યારે અક્સ્માત સર્જાતા એક તબક્કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને ઘટના સ્થળે લોકટોળા ઉમટ્યા હતા જોકે સ્થાનિકો દ્વારા કારને રોડની સાઈડમાં કરીને રોડ ખુલો કર્યો હતો.