સુરેન્દ્રનગર LCB પોલીસે હનીટ્રેપના ગુનામાં સંડોવાયેલ યુવતી સહિત ચાર આરોપીને ગણતરીના કલાકોમાં હથિયાર સાથે દબોચી લીધા
કબજે કરેલ રોકડા રૂ.69,30,000 તથા એક કાર રૂ.2,00,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.1,10,000 તથા એક પિસ્તોલ રૂ.10,000 એમ કુલ મળીને રૂ.72,50,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
કબજે કરેલ રોકડા રૂ.69,30,000 તથા એક કાર રૂ.2,00,000 તથા મોબાઇલ નંગ 5 રૂ.1,10,000 તથા એક પિસ્તોલ રૂ.10,000 એમ કુલ મળીને રૂ.72,50,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓ બનતા અટકે તથા અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરી શરીર સબંધી તથા મિલ્કત સબંધિત ગુન્હાઓના આરોપીઓને મુદામાલ સાથે શોધી કાઢી આરોપીઓને તાત્કાલીક પકડી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા એલસીબી પીઆઇને સુચના આપેલ જે અન્વયે એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠાણ તથા પેરોલ ફર્લો સ્કોડના ઈનચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી જીલ્લામાંથી શરીર સંબંધી તથા મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકે તે સારૂ તેમજ શરીર સબંધી તથા મિલ્કત સબંધી ગુનાઓ અનડીટેકટ ન રહે તે માટે અલગ અલગ ટીમો બનાવી ગુનાઓ ડીટેક્ટ કરવા અસરકારક પરીણામલક્ષી કાર્યવાહી કરવા સુચના માર્ગદર્શન કરતા એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમના એએસઆઈ અસલમખાન મલેક, અજયવીરસિંહ ઝાલા, પ્રવિણભાઈ કોલા, યશપાલસિંહ રાઠોડ, દશરથભાઈ ધાંધર, નિર્મળસિંહ પરમાર, દેવરાજભાઈ જોગરાજીયા, વજાભાઇ સાનીયા, કૃણાલસિંહ ઝાલા, મેહુલભાઈ મકવાણા, સહિત સમગ્ર ટીમ દ્વારા સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ એક કરોડ રૂપીયાની માતબર રકમના હનીટ્રેપ/અપહરણ તથા ખંડણીના ગુનાના આરોપીઓને ટેકનીકલ સોર્સ તથા હ્યુમન સોર્સથી શોધી કાઢવા તે દિશામા પ્રયત્નશીલ હોય તે દરમયાન ટીમને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે હનીટ્રેપના ગુનાના ચાર આરોપી જેમાં એક મહીલા તથા તોસીફખાન ઉર્ફે લાલો અકબરખાન મલેક રહે, અખીયાણા મસ્જીદ પાસે પાટડી સુરેન્દ્રનગર તથા સાહીલખાન સરદારખાન ઉર્ફે બાદરખાન મલેક રહે, માલવણ પાટડી સુરેન્દ્રનગર તથા આશીફખાન મોહબતખાન મલેક રહે, અખીયાણા પાટડી સુરેન્દ્રનગર તથા આ ગુનામાં પકડવાના બાકી આરોપી જેમાં અરબાઝખાન હયાતખાન મલેક રહે, અખીયાણા પાટડી સુરેન્દ્રનગર તથા અમન રહે, ઇંગરોડી લખતરને ગણતરીની કલાકોમા મુદામાલ સાથે પકડી પાડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.




