CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા હાઇવે પરથી જોલી એન્જોય હોટલ નજીકથી વિદેશી દારૂના ટ્રક સાથે 1 ઈસમને ઝડપી લીધો

વિદેશી દારૂની બોટલો નંગ 1440 કિ.રૂ.3,71,520 તથા એક ટ્રક રૂ.10,00,000 તથા મોબાઇલ રૂ.5000 એમ કુલ મળીને રૂ.13,76,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.23/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 1440 કિ.રૂ.3,71,520 તથા એક ટ્રક રૂ.10,00,000 તથા મોબાઇલ રૂ.5000 એમ કુલ મળીને રૂ.13,76,520 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફર્લો સ્ક્વોડે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ચોટીલા પાસે અમદાવાદ રાજકોટ હાઈવે પરથી ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો ભરેલો એક ટ્રક પકડી પાડ્યો છે આ અંગેની વિગત મુજબ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂની સૂચના મુજબ એલસીબી પીઆઇ જે.જે. જાડેજા પીએસઆઇ જે.વાય. પઠાણ અને આર.એચ. ઝાલા તથા અજયવીરસિંહ ઝાલા, કુલદીપભાઇ બોરીયા, વજાભાઇ સાનીયા, અશ્વિનભાઇ માથુકીયા, મેહુલભાઇ મકવાણ સહિત સમગ્ર ટીમ દ્વારા ટીમે પેટ્રોલીંગ દરમિયાન ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી જોલી એન્જોય હોટલ નજીકથી પસાર થઈ રહેલા GJ 36 V 4570 નંબરના ટ્રકને અટકાવીને તેની તપાસ કરતા તેમાંથી બિયર અને વિદેશી દારૂની કુલ 1,440 બોટલો મળી આવી હતી પોલીસે ટ્રકમાંથી 3,71,520 ની કિંમતનો દારૂ 10,00,000 ની કિંમતનો ટ્રક અને 5,000ની કિંમતનો મોબાઇલ ફોન મળીને કુલ 13,76,520નો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ટ્રક ડ્રાઇવર અબજલ મેહબુબભાઈ હાલા રહે. ચોટીલાની ધરપકડ કરી છે અને દારૂ ભરી આપનાર મુંબઈના અજાણ્યા ઈસમની શોધખોળ શરૂ કરી છે આ અંગે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!