સુરેન્દ્રનગર LCB પોલીસે સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગારધામ પર દરોડો પાડી 4 ઈસમો ઝડપાયા
રોકડા રૂ.2,82,000 તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ.1,40,000 તથા મોટરસાયકલ 1 કિ.રૂ.50,000 એમ કુલ મળીને રૂ.4,7,2000 ના મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.21/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
રોકડા રૂ.2,82,000 તથા મોબાઇલ નંગ 5 કિ.રૂ.1,40,000 તથા મોટરસાયકલ 1 કિ.રૂ.50,000 એમ કુલ મળીને રૂ.4,7,2000 ના મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરેન્દ્રનગર જીલ્લા એલસીબી પીઆઇ જે. જે. જાડેજા તથા પીએસઆઇ જે.વાય.પઠણ તથા પેરોલ ફલો સ્કોડ સુરેન્દ્રનગરના પીએસઆઇ આર. એચ. ઝાલા નાઓએ એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડના પોલીસ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી ખાસ એકશન પ્લાન હેઠળ પ્રોહી/જુગારની બદી સંપુર્ણપણે નેસ્તનાબુદ થાય તે રીતે પરીણામલક્ષી કામગીરી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડ ટીમના પીઆઇ, પીએસઆઇ, પેરોલ ફર્લો સ્ક્વોડના પીએસઆઇ પો.કો. કપીલભાઈ સુમેરા, ભગીરથસિંહ ઝાલા, નિર્મળસિંહ પરમાર, અજય સિંહ ઝાલા, વિજયસિંહ, અશ્વિનભાઈ માથુકિયા સહિત સમગ્ર ટીમ દ્રારા સુરેન્દ્રનગર ટાઉન વિસ્તારમાં ખાસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવેલ તે દરમ્યાન એલસીબી ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે સીટી બી ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં મનસુખભાઇ ઉર્ફે ચકો રણછોડભાઇ પરમાર રહે, સુરેન્દ્રનગર રાજ હોટલ પાસે આંબેડકરનગર શેરી નં.૦૧ વાળાના કબજા ભોગવટાના રહેણાક મકાનમાં ગુડદી પાસા વડે પૈસાની હાર જીતનો જુગાર રમી રમતા ચાર ઇસમો જેમાં મનસુખભાઈ ઉર્ફે ચકો રણછોડભાઈ પરમાર રહે, સુરેન્દ્રનગર આંબેડકરનગર શેરી નંબર-1 સુરેન્દ્રનગર, રમેશભાઈ ઉર્ફે થાપો લાલાભાઇ ડાભી રહે, સુરેન્દ્રનગર વડનગર પાવર હાઉસ પાસે સુરેન્દ્રનગર, રામાભાઇ ઉર્ફે કાનાભાઈ રાણાભાઇ ગમારા રહે, સુરેન્દ્રનગર કુંભાર પરા શેરી નં-1 રાજ હોટલ પાસે સુરેન્દ્રનગર, મેહુલભાઈ રણછોડભાઈ સિંધવ રહે, સુરેન્દ્રનગર દાળમીલ રોડ ખોડીયાર પરા સુરેન્દ્રનગર જેઓની પાસેથી રોકડા રૂા.૨,૮૨,૦૦૦ તથા મોબાઇલ ફોન નંગ ૫ કી.રૂ .૧,૪૦,૦૦૦ તથા એકટીવા સ્કુટર નંગ.૧ કી.રૂ.૫૦,૦૦૦ તથા ગુડદી પાસા નંગ.૬ એમ કુલ કી.રૂ.૪,૭૨,૦૦૦ ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર તમામ આરોપીઓ વિરૂધ્ધ સીટી બી ડીવી પોલીસ સ્ટેશનમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





