DHRANGADHRAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર LCB પોલીસે ધાંગધ્રાના ચુલી ગામ પાસેથી હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

વિદેશી દારૂની બોટલો નંગ 25,440 કિં.રૂ.87,56,400 તથા એક ટ્રક કિં.રૂ.20,00,000 એમ કુલ મળીને રૂ.1,07,56,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.27/01/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

વિદેશી દારૂની બોટલો નંગ 25,440 કિં.રૂ.87,56,400 તથા એક ટ્રક કિં.રૂ.20,00,000 એમ કુલ મળીને રૂ.1,07,56,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના ચુલી ગામ પાસે અમદાવાદ કચ્છ હાઇવે પર એક હોટલના પાર્કિંગમાંથી ટ્રકમાં બનાવેલા ખાસ ચોરખાના માં છુપાવેલો રૂ.87.56 લાખની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે આ બનાવની જાણવા મળતી વિગત મુજબ જીલ્લા એલસીબી પીઆઇ અને પેરોલ ફર્લો સ્કોડના ઇન્ચાર્જ પીએસઆઇ એન. એ. રાયમા, જે.વાય. પઠાણના માર્ગદર્શન હેઠળ ટીમના એએસઆઈ અસલમખાન મલેક, યશપાલસિંહ રાઠોડ, દશરથભાઈ ધાંધર, સંજયભાઈ પાઠક, મેહુલભાઈ મકવાણા સહિત સમગ્ર ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે કચ્છ-અમદાવાદ હાઇવે પર સોલડી ટોલ નાકા પાસે આવેલી આશીર્વાદ હોટલના કમ્પાઉન્ડમાં એક શંકાસ્પદ ટ્રક ઉભી છે પોલીસે તુરંત કાર્યવાહી કરતા ટાટા કંપનીની ટ્રક નંબર NL 01 Q 1030 ની તલાશી લીધી હતી આથી ટ્રકની તપાસ દરમિયાન તેમાં ગુપ્ત રીતે બનાવેલું એક ચોરખાનું મળી આવ્યું હતું આ ખાનામાંથી વિદેશી દારૂના કુલ 25,440 પ્લાસ્ટિકના ચપલા મળી આવ્યા હતા જેની બજાર કિંમત રૂ.87,56,400 થાય છે પોલીસે દારૂ ઉપરાંત રૂ.20 લાખની કિંમતની ટ્રક, સિમ કાર્ડ અને ફાસ્ટેગ મળીને કુલ રૂ.1,07,56,400 નો મુદ્દામાલ કબજે કર્યો છે આ કેસમાં ટ્રકના ચાલક અને માલિક વિરૂધ્ધ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં મુખ્ય આરોપીઓ ફરાર છે જેમને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!