KUTCH

બીઆઈએસ અને સ્ટાન્ડર્ડ ક્લબ એસ.એસ.પી.એ. હાઇસ્કૂલ, નિરોણા-કચ્છ ના સંયુક્ત ઉપક્રમે સ્ટાન્ડર્ડ રાઇટીંગ કોમ્પિટિશન તેમજ માગૅદશૅનનુ આયોજન.

૨૩-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ

Related Articles

ભુજ કચ્છ :- એસ.એસ.પી.એ હાઈસ્કૂલ, નિરોણા-કચ્છ ખાતે સ્ટાન્ડર્ડ કલબ અંતર્ગત સ્ટાન્ડર્ડ રાઇટીંગ કોમ્પિટિશન નુ આયોજન કરવામાં આવેલ હતુ. સૌ પ્રથમ શાળાના આચાર્ય શ્રી ડૉ વી એમ ચૌધરી સાહેબ દ્વારા સ્ટાન્ડર્ડ પ્રમોશન ઓફિસર શ્રી પ્રહલાદભાઇ પટેલ નુ શાબ્દિક સ્વાગત કરવામા આવેલ હતુ. ત્યારબાદ શાળા ના સ્ટાન્ડર્ડ ઓફીસર શ્રી કિશનભાઇ પટેલ તેમજ આચાર્ય શ્રી ડૉ ચૌધરી સાહેબ દ્વારા રોગાન કલાની છબી વડે સ્વાગત સમ્માન કરવામા આવેલ હતુ. આ કાયૅક્રમમાં રાજકોટ શાખામાંથી પધારેલ શ્રી પ્રહલાદભાઇ પટેલ દ્વારા BIS ( બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ) ખાદ્ય પદાર્થોથી માંડીને ઇલેક્ટ્રોનિક્સ સુધીની 450 જેટલી પેદાશોને પ્રમાણપત્ર આપતી સરકાર માન્ય સંસ્થા વિશે સુંદર અને સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું. BIS અને standard Club ના સંયુક્ત ઉપક્રમે શાળાના વિદ્યાર્થીઓ માટે સ્ટાન્ડર્ડ રાઇટીંગ કોમ્પિટિશનમાં ધો. 9 થી 12 ની 21 ટીમ એટલે 42 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. વિજેતા વિદ્યાર્થીઓની ચાર ટીમ ને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શાળાના તમામ વિધાર્થીઓ માટે અલ્પાહાર ની વ્યવસ્થા ક્લબ દ્વારા રાખવામા આવેલ હતી. સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શ્રીમતી અલ્પાબેન ગોસ્વામીએ કરેલ હતુ. આભાર વિધિ શ્રીમતી આશાબેન પટેલે કરી હતી. આ કાયૅક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રો શ્રી બી એન પરમાર, શ્રી એ એચ જાની,શ્રી આર વી ડાભી, શ્રીમતી બી આર વોરાએ જહેમત ઉઠાવેલ હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!