સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે વિદેશી દારૂ પર સપાટો બોલાવ્યો, બટેટાના કોથળાની આડમાં લઈ જવાતો 95 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપાયો
વિદેશી દારૂની બોટલો 8,100 તથા બિયર ટીન નંગ 4,464 તથા ટાટા ટ્રક, મોબાઇલ ફોન સહિત સમગ્ર મળી કુલ રૂ. 95,27,708 નો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
વિદેશી દારૂની બોટલો 8,100 તથા બિયર ટીન નંગ 4,464 તથા ટાટા ટ્રક, મોબાઇલ ફોન સહિત સમગ્ર મળી કુલ રૂ. 95,27,708 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા આપવામાં આવેલી કડક સૂચનાઓને પગલે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારના માલવણથી ધ્રાંગધ્રા તરફ જતા હાઈવે પર બટેટાના કોથળાની આડમાં છુપાવીને લઈ જવાતો 74.60 લાખનો વિદેશી દારૂ અને ટ્રક સહિત કુલ રૂ.95.27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ એલસીબી પીઆઈ અને પીએસઆઈ જે.વાય. પઠાણ, એએસઆઈ અસલમખાન મલેક, યશપાલસિંહ રાઠોડ, દશરથભાઈ ઘાંઘર અને સંજયભાઈ પાઠક સહિત સમગ્ર ટીમ દ્વારા હાઈવે પર ખાસ એક્શન પ્લાન હેઠળ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન માલવણથી ધ્રાંગધ્રા હાઈવે પર આવેલી જનેતા રામદેવ હોટલ સામે શંકાસ્પદ રીતે પસાર થઈ રહેલી ટાટા કંપનીની ટ્રક નંબર RJ 04 GB 1983 ને અટકાવવામાં આવી હતી પોલીસે જ્યારે ટ્રકની તલાશી લીધી ત્યારે ઉપરના ભાગે બટેટા ભરેલા 175 શણના કોથળા જોવા મળ્યા હતા પરંતુ તેની નીચે તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી બટેટાની આડમાં વિદેશી દારૂ અને બિયરનો મોટો જથ્થો છુપાવેલો હતો આ બનાવમાં વિદેશી દારૂની બોટલો નંગ 8,100 કિંમત 66,92,400 બિયર ટીન નંગ 4,464 કિં.રૂ. 7,67,808 તથા ટાટા ટ્રક કિં.રૂ. 20,00,000 બટેટાના કોથળા નંગ 175 કિં.રૂ. 52,500 મોબાઇલ નંગ 2 કિંમત 15,000 મળી કુલ રૂ.95,27,708 નો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે ટ્રક ચાલક પુખરાજ માલારામ સવ, રહે, રતાસર ડેર રાજસ્થાનને સ્થળ પરથી ઝડપી પાડ્યો છે પ્રાથમિક પૂછપરછમાં અન્ય ત્રણ શખ્સોના નામ પણ સામે આવ્યા છે જેસારામ બાડમેર, રાજસ્થાન ટ્રક માલિક, અજાણ્યો ઇસમ લુધિયાણા કૃષિ મંડીમાં દારૂ ભરેલી ટ્રક સોંપનાર, અજાણ્યો ઇસમ ગાંધીધામ દારૂનો જથ્થો મંગાવનાર સહિત આ તમામ વિરૂદ્ધ બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો હતો જ્યારે ફરાર આરોપીઓને પકડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.






