સંબંધના દાવે ઉછીના આપેલ રૂ. ૬ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી ગીર ગઢડા કોર્ટ

વાત્સલ્યમ્ સમાચાર
વિશાલ ચૌહાણ ગીર ગઢડા
સંબંધના દાવે ઉછીના આપેલ રૂ. ૬ લાખના ચેક રિટર્ન કેસમાં આરોપીને નિર્દોષ ઠરાવતી ગીર ગઢડા કોર્ટ
ગીર ગઢડાનાં દ્રોણ ગામના રહેવાસી બ્રિજેશ બાબુભાઈ શિયાળએ મિત્રતાના સંબંધના દાવે હાથ ઉછીના આપેલ રૂ. ૬ લાખનો ચેક રિટર્ન થતાં રાજકોટના સિરાજ શાહને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આખરી હુકમ કરવામાં આવેલ.
આ કેસની હકીકત એવી છે કે, રાજકોટના ગીર ગઢડાના દ્રોણ ગામના ફરિયાદીએ રાજકોટ રહેતા આરોપીને સંબંધના દાવે રૂ. ૬ લાખ બે મહિના માટે મિત્રતાના સંબંધના દાવે હાથ ઉછીના આપેલ અને આરોપીએ સદરહુ રકમ પરત ચૂકવવા પોતાના બેન્ક ખાતાનો ચેક આપેલ જે ફરિયાદીએ પોતાની સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, ગીર ગઢડા શાખામાં જમા કરાવતા સદરહુ ચેક ખાતામાં પૂરતું ભંડોળ ન હોવાના કારણે પરત ફરેલ જેથી ફરિયાદીએ તેમના વકીલશ્રી મારફત આરોપીને નોટિસ મોકલેલ અને ત્યારબાદ ગીર ગઢડા કોર્ટમાં નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ મુજબ કેસ દાખલ કરેલ જેથી આરોપી નામદાર કોર્ટ સમક્ષ હાજર થયેલ અને કેસ ચાલતા ફરિયાદી તથા તેમના સાહેદની ઊલટ તપાસ કરવામાં આવેલ અને ત્યારબાદ આરોપીનું વિશેષ નિવેદન નોંધી આરોપીના સાહેદને તપાસવામાં આવેલ.
આરોપીના વકીલશ્રી દ્વારા ફરિયાદી તથા તેના સાહેદની ઊંડાણપૂર્વક ઊલટ તપાસ કરવામાં આવેલ અને ખોટી રીતે ખોટો કેસ ઊભો કરેલ છે અને કોરા ચેકનો દુરુપયોગ કરી આરોપીને ખોટી રીતે સંડોવવા પ્રયત્ન કરેલ છે અને તે સાબિત કરવા આરોપી તરફે જરૂરી કાર્યવાહીઓ કરવામાં આવેલ.
આમ, સમગ્ર કેસ ચાલી જતાં આરોપીના એડવોકેટશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલ લેખિત દલીલ તથા નામદાર ઉચ્ચ અદાલતના ચુકાદાઓ તથા મૌખિક દલીલને ધ્યાને લઈ નામદાર કોર્ટ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આખરી હુકમ કરવામાં આવેલ.
આ કામમાં આરોપી વતી રાજકોટના પી. એમ. શાહ લો ફર્મ (મો. ૯૯૦૪૦ ૮૬૪૨૯) ના એડવોકેટ પીયષુભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નિવિદભાઈ પારેખ, નિતેષભાઈ કથીરીયા, જીતેન્દ્રભાઈ ધૂળકોટીયા, વિજયભાઈ પટગીર, હર્ષિલભાઈ શાહ તથા ગીર ગઢડાના એડવોકેટશ્રી એસ. એસ. ઝવેરી (મો. ૯૮૨૪૬ ૫૦૮૧૯) રોકાયેલા હતા.





