સુરેન્દ્રનગર મહાપા અને ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સને SAFE INDIA BRAVERY AWARDS 2025માં બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ

તા.08/11/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અમદાવાદની હયાત રેજન્સી હોટલ ખાતે ગુજરાત રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓની કચેરી, ગાંધીનગરના નિયામક નલિનકુમાર ચૌધરીના અધ્યક્ષસ્થાને “SAFE INDIA BRAVERY AWARDS” 2025નું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રતિષ્ઠિત એવોર્ડ કાર્યક્રમ અંતર્ગત સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સને રાજ્યના શ્રેષ્ઠ ફાયર સ્ટેશન તરીકે પસંદગી પામી બેસ્ટ ફાયર સ્ટેશનનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ એવોર્ડ સ્વીકારતા સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તથા ડિસ્ટ્રિક્ટ હેડક્વાર્ટર્સના ફાયર ઓફિસર દેવાંગ દુધરેજીયાએ આ સિદ્ધિ મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેને સમર્પિત કરી હતી અને આનંદ તથા ગૌરવની લાગણી અનુભવી હતી આ એવોર્ડ સુરેન્દ્રનગરની અગ્નિશમન સેવાઓની કાર્યક્ષમતા, સમર્પણ અને ઝડપી પ્રતિસાદની ઓળખ આપે છે જેનું નેતૃત્વ મ્યુનિસિપલ કમિશનર ડો.નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ થયું છે આ પ્રસંગે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નાયબ મ્યુનિસિપલ કમિશનર વિપુલ ઠક્કર સહિત રાજ્યભરના ફાયર ઓફિસરઓ તથા ફાયર અને ઈમરજન્સી સર્વિસિસના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




