સુરેન્દ્રનગર મનનાએ મૂળચંદ રોડ ઉપર પ્લાસ્ટિક સંગ્રહ કરેલા ગોડાઉન ઉપર દરોડા પાડી 1000 કિલોથી વધુનું પ્લાસ્ટિક કરાયું જપ્ત.
મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વધુ એક ગોડાઉન ઝડપી લેવાયુ.

તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક નું વધુ એક ગોડાઉન ઝડપી લેવાયુ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ અને વપરાશ ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે અને સિંગલ યુઝ પ્લાસ્ટિક કે જે સરકાર દ્વારા બેન મૂકવામાં આવ્યો છે અને તેના ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા પ્લાસ્ટિક ઝડપી પાડી અને પ્લાસ્ટિક વેચાણ કરતા તત્વો સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને દંડ ફટકારવામાં આવી રહ્યા છે સુરેન્દ્રનગર શહેરના મૂળચંદ રોડ ઉપર સિંગલ યુઝ પ્લાસ્ટિકના ગોડાઉન ઉપર ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમને 1000 કિલોથી વધુ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો છે બે દિવસ પહેલા ગોડાઉન સીલ કરવામાં આવ્યું હતું અને માલિક નો સંપર્ક કરવામાં આવતા તે માલિક હાજર ન રહેતા કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી પરંતુ આજે માલિક હાજર થયા બાદ અંતે ગોડાઉનનું ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં 1000 કિલ્લો પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું છે અને આ મુદ્દે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ભાવિક જંગડા નામના ઇસમનું ગોડાઉન હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે તમામ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો મહાનગરપાલિકાની ટીમ એ જપ્ત કર્યો છે અને આ મુદ્દે ગોડાઉન ધારક સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વેચાણ અને વપરાશ બંધ કરવા માટે મહાનગરપાલિકા દ્વારા અપીલો કરવામાં આવી રહી છે છતાં પણ સિંગલ યુઝ પ્લાસ્ટિક સતત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારોમાંથી ઝડપાઈ રહ્યું છે ત્યારે હવે આગામી દિવસોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનું સંગ્રહ અને વેચાણ કરતા તત્વો ની મિલકત શીલ સુધીની તૈયારી મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ એ દેખાડી છે.



