સુરેન્દ્રનગર એમ.પી શાહ કોમર્સ કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું રીયુનિયન સંમેલન યોજાયું હતું.

તા.29/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એમ.પી. શાહ કોમર્સ કોલેજનાં મુખ્ય સેન્ટ્રલ હોલ ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીનું સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનાં અતિથિ દેવો ભાવ વજનિ, રસ્મિન મહેતા, શક્તિસિંહજી પરમાર, અનિલભાઈ ટોલીયા, નીતિન દોશી, જયેશભાઇ શાહ દુષ્યંતભાઈ, દિનેશભાઇ તુરખિયા, સર્વેનું હ્રદય સહ બુક આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં આ કાર્યક્રમનું સ્વાગત પ્રાર્થના ભારત નાટ્યમની પદવી ધરાવતી કુબંશી સહ મૈત્રીત્રિવેદીએ સુંદર મઝાની ગણેશ તેમજ શિવ કથક નૃત્ય કરી કર્યુ હતું રી યુનિયન મેમ્બેરો કે જેવો 68 વર્ષનાં છે તેમને મંત્ર મુગ્ધ કરી દીધા હતા આ આખા કાર્યક્રમનાં સંચાલક કાવ્યા શાહ મોરબી (કચ્છ)હતા જેવોનું એકરીંગ સહ હાઉઝિંગ રમત વિજતાને ગિફ્ટ ગમત સાથે ગુલાલથી અર્પણ કરેલ હતી આ કાર્યક્રમમાં પૂર્વ કોર કમિટીમેમ્બર્સ રસ્મિન મહેતા કે જેવોએ 100 રક્તદાન કરી કોઈ જ્ઞાતિ સમીકરણ જોયા વગર માનવીયતા રાખી 100 નવી જિંદગીને જીવંતદાન આપેલ છે જેનું બહુમાન સમગ્ર સક્રિય કોર કમિટીએ સન્માન આપેલ હતું શુભમ આર્ટનાં શુભમ દ્વારા રંગોળીનું સેલ્ફી પોઇન્ટ આકર્ષણનું કેન્દ્ર હતું આ કાર્યક્રમનું સફળ આયોજન કોરકમિટી મેમ્બર્સ વનરાજસિંહ રાણા, શૈલેષ શાહ, ખુમાનસિંહ ઝાલા એમ વી દોશી, વિક્રમ આઝાદ, યોગેશ રાવલ, ભરત મહેતા, નરેન્દ્ર શાહ પ્રજ્ઞાબા ઝાલા, આશાબેન ચોક્સી, સુહાગ શાહસહ કોલેજ પ્રિન્સિપાલ વજાનીની ટીમ સહ સૌનું ખુબજ મોટુ યોગદાન છે.



