સુરેન્દ્રનગર મનપાના કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાતે લીધી
સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા.
તા.08/02/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સરપંચ, ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક યોજી પ્રશ્નો સાંભળ્યા.
સુરેન્દ્રનગર મહાનગર પાલિકામાં આસપાસના પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે મનપા કમિશ્નરે મુળચંદ ગામની ઓચિંતી મુલાકાત લીધી હતી જ્યાં લોકોને મળી તેમના પ્રશ્નો સાંભળી શાળાની મુલાકાત લીધી હતી આ ગામોમાં હાલ શું સ્થિતી છે તે જાણવા માટે કમિશ્નર નવનાથ ગ્વહાણે તથા નાયબ કમિશ્નર અર્જુન ચાવડા, એનજીનીયર કયવંતસિંહ હેરમાને સાથે રાખી મનપામાં સમાવેશ થયેલા મુળચંદ ગામની મુલાકાત લીધી હતી જેમાં મનપાની ટીમ દ્વારા મુળચંદ ગામ ની મુલાકાત કરી કામોના સૂચન એકઠા કર્યા હતા સરપંચ ઉપસરપંચ સહિત આગેવાનો સાથે બેઠક કરી સંવાદ યોજી પ્રશ્નો જાણ્યા હતા ગ્રામજનોએ, ગામલોકોએ રજૂઆત કરી સીટી બસ સ્કુલના ટાઇમે આવે તેમ કરવા, સ્વચ્છતા માટે ડોર ટુ ડોર ચાલુ કરાવવા દબાણ હટાવવા પ્રશ્ન રજૂ કર્યા હતા ત્યારે અધિકારીએ ડોર ટુ ડોર વાહનને ગામડે રેગ્યુલર કચરો લેવા મોકલવા દબાણ દુર સુચના આપી હતી જ્યારે સફાઇ રેગ્યુલર થાય બાદ કચરો જાહેરમાં ન નાંખવા અને દુર કરાયા બાદ દબાણ ફરી ન થાય તેવી અપીલ કરી હતી જ્યારે બસ પ્રશ્ન હલ કરવા હૈયાધારણ આપી હતી.