BANASKANTHAGUJARATPALANPUR

આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ

5 જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આદર્શ શૈક્ષણિક સંકુલ વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરના પૂર્વ પ્રાથમિક વિભાગમાં મહેંદી અને રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં ધો-4 અને ધો-5 ના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ભાગ લેનાર વિદ્યાર્થીઓમાં પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને કેળવણી મંડળના હોદ્દેદારશ્રી ખુમજીભાઈ ચૌધરી અને નારાયણભાઈ ચૌધરીના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સમગ્ર સ્પર્ધાનું માર્ગદર્શન શિક્ષિકા એકતાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને પૂરું પાડ્યું હતું. તથા પૂર્વ પ્રાથમિક વિભાગના આચાર્યા શ્રીમતિ શાન્તાબેન ચૌધરીએ ભાગ લેનાર વિદ્યાર્થીઓને અને સ્પર્ધાનું સુંદર આયોજન કરવા બદલ સમગ્ર સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!