GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાએ રૂ. 6.41 કરોડના ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ

સાંકડી ગલી કે સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતી ઈમારતમાં આગ પર કાબૂ મેળવવા મહાનગરપાલિકા સક્ષમ - નાયબ મુખ્ય દંડક

તા.01/04/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સાંકડી ગલી કે સાત માળ જેટલી ઊંચાઈ ધરાવતી ઈમારતમાં આગ પર કાબૂ મેળવવા મહાનગરપાલિકા સક્ષમ – નાયબ મુખ્ય દંડક, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના જૂના ફાયર સ્ટેશન ખાતે નાયબ મુખ્ય દંડક અને વઢવાણ વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના અધ્યક્ષસ્થાને ફાયર એન્ડ ઈમર્જન્સી સર્વિસિસ વિભાગના રૂ. 6.41 કરોડના વિવિધ આધુનિક વાહનોનું ફ્લેગ- ઓફ કરી લોકાર્પણ તથા “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના પ્રથમ દિવસે જ મહાનગરપાલિકાના અગ્નિશામક સુવિધામાં વધારો કરતા રૂ. 6.41 કરોડના આધુનિક વાહનોનું લોકાર્પણ થવું એ મહાનગરપાલિકા માટે ભગીરથ કાર્ય છે આ વાહનોના ઉપયોગથી સમગ્ર મહાનગર તેમજ આસપાસના વિસ્તારોમાં અગ્નિસામક સેવાઓ વધુ સુદ્ઢ બનશે અને આગ જેવી આકસ્મિક ઘટનાઓમાં થતા જાન- માલના નુકસાનને અટકાવવામાં મદદ મળશે તેમણે વધુમાં જણાવ્યું કે, રૂ. 71 લાખના ખર્ચે તૈયાર થયેલ ક્વિક રિસ્પોન્સ વેહિકલ થકી ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં તેમજ વીવીઆઈપી બંદોબસ્ત અને કોન્વોયમાં અગ્નિશામક સુવિધા સમયસર પહોંચાડી શકાશે બ્રેકિંગ અને કટિંગ ટૂલથી સજ્જ ફોમ ટેન્ડર, બૂમ ટાવર તેમજ 18 કિલોલિટર ક્ષમતાવાળા ફાયર સર્વિસિસ વાહનો રાત્રિના સમયે પણ રેસ્ક્યુ કાર્ય કરવા સક્ષમ છે આ આધુનિક સાધનો 20 મીટરની ઊંચાઈ સુધીની આગ પર કાબુ મેળવવા સક્ષમ છે અને 30 મીટર સુધી પાણીનું પ્રેશર પહોંચાડી શકે છે આ વાહનોના લોકાર્પણથી સુરેન્દ્રનગર મહાનગર પાલિકા સાંકડી ગલીઓ તેમજ સાત માળ સુધીની ઊંચાઈવાળી ઈમારતોમાં પણ આગ પર અસરકારક રીતે કાબુ મેળવવા સક્ષમ બની છે તેમણે ઉમેર્યુ હતું કે હાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલા વિવિધ વિકાસ કાર્યો, ખાતમુહૂર્ત અને લોકાર્પણ તથા આવનારા વર્ષમાં થનારા વિકાસ કાર્યો અને શહેરના કલા પ્રેમીઓ દ્વારા રજૂ કરાયેલા સ્કેચ ચિત્રોને સમાવિષ્ટ કરતી “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકા જન-જન સુધી માહિતી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવશે મહાનગરપાલિકાના વિકાસ કાર્યો વિશે નાગરિકોને અવગત કરાવવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ જણાવ્યું કે સુરેન્દ્રનગર મહાનગર પાલિકા નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે સતત પ્રયત્નશીલ છે રોડ-રસ્તા, પાણી અને હવે ફાયર સુવિધામાં થયેલો વધારો મહાનગરપાલિકાની પ્રશંસનીય કામગીરી છે મ્યુનિસિપલ કમિશનર ડો. નવનાથ ગ્વાહાણેએ કાર્યક્રમમાં ફાયર વિભાગના વાહનોની વિશેષતાઓ તેમજ “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાની વિગતો વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા તેમણે માર્ચ મહિનાના છેલ્લા દિવસે વેરા વસૂલાત કેન્દ્રો ખાતે અંદાજે રૂ. 85 લાખના વેરાની ભરપાઈ કરનાર શહેરીજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને વેરા વિભાગના કર્મચારીઓને સારી કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા આ તકે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “શહેરી વિકાસ વર્ષ 2026” પુસ્તિકાનું વિમોચન તથા રૂ. 6.41 કરોડના ચાર ફાયર વાહનોનું ફ્લેગ-ઓફ કરી લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સ્વાગતવિધિ તથા આભારવિધિ જનસંપર્ક અધિકારી સંજયસિંહ ચાવડાએ કરી હતી આ પ્રસંગે સીટી એન્જિનિયર કે. આર. ચૌહાણ, એમ. વી. ઝાલા, નિરવભાઈ દવે સહિત મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!