GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી-૨ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં બાવળની વાડમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો સાથે એક ઈસમ ઝડપાયો

MORBI:મોરબી-૨ ત્રાજપર ખારી વિસ્તારમાં રહેણાંક મકાનની બાજુમાં બાવળની વાડમાંથી વિદેશી દારૂની નાની-મોટી બોટલો સાથે એક ઈસમ ઝડપાયો
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે પ્રોહીબીશન અંગે રેઇડ કરી હતી, જેમાં બાતમી મળેલ કે મોરબી-૨ રામકુવા વાડી શેરી ત્રાજપર ખારી વિસ્તારમાં રહેતો આરોપી નિલેશભાઈ ડાભીએ પોતાના રહેણાંકની બાજુમાં બાવળની કાંટમાં વિદેશી દારૂના વેચાણ અર્થે દારૂનો જથ્થો ઉતારેલ હોય જે મુજબની બાતમીને આધારે પોલીસ ટીમે ઉપરોક્ત સ્થળે દરોડો પાડતા બાવળની વાડમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની-મોટી ૫૦ નંગ બોટલ કિ.રૂ.૧૦,૪૮૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી નિલેશભાઈ ભરતભાઇ ડાભી ઉવ.૨૦ ની સ્થળ ઉપરથી ધરપકડ કરી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









