GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર મનપાનું નવું સીમાંકન અને વોર્ડ રચના જાહેર, 16 સામન્ય અને 36 અનામત બેઠક જાહેર

તા.18/09/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર મહાનગર પાલિકાનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે નવા સીમાંકન અનુસાર 13 વોર્ડમાં કુલ 2,66,733ની વસ્તીનો સમાવેશ કરાયો છે જે અનુસાર વોર્ડ દિઠ સરેરાશ 20,518ની વસ્તી રહેશે. તેમજ 54 બેઠક પૈકી 16 બેઠક સામાન્ય, 36 અનામત બેઠકો ફાળવવામાં આવી છે ચૂંટણી આયોગ દ્વારા નવું સીમાંકન જાહેર થતાં જ રાજકીય ગતિવિધિઓ તેજ બની છે રાજ્ય સરકાર દ્વારા 01-જાન્યુઆરી-2025થી સુરેન્દ્રનગર દૂધરેજ વઢવાણ સંયુક્ત પાલિકાને મહાનગર પાલીકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારે આગામી મહાનગર પાલિકાનાી ચૂંટણીને ધ્યાને લઈ રાજ્ય ચૂંટણી આયોગ સહિત રાજકીય ગતવીધીઓ તેજ બની છે અને મહાનગરપાલિકામાં સમાવિષ્ટ વોર્ડનું નવું સીમાંકન પણ જાહેર કરવામાં આવ્યું છે મહાનગર પાલિકા બન્યા બાદ ચૂંટણી સહિતની પ્રક્રિયાઓ અંગે સરકાર દ્વારા વિવિધ વોર્ડ, બેઠક, બેઠકનો પ્રકાર, વસ્તી, મતદારો, જ્ઞાાતિ આધારીત માહિતી, સીમાંકન વગેરે માહિતીના આધારે નવું સીમાંકન વર્ષ 2011ની વસતી ગણતરીના છેલ્લા આંકડાને ધ્યાને લઈ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે તે મુજબ મહાનગર પાલિકાની કુલ વસ્તી 2,66,733 થાય છે જાહેરનામા મુજબ મહાનગર પાલિકાને 13 વોર્ડમાં વિભાજીત કરવામાં આવી છે અને દરેક વોર્ડની સરેરાશ વસ્તી 20,158 થાય છે આ ઉપરાંત મહાનગરપાલિકા માટે પાંચ બેઠકો અનુ.જાતિ માટે ફાળવવામાં આવી છે તે પૈકી બે બેઠક અનુ.જાતિ મહિલા માટે અનામત રહેશે સુરેન્દ્રનગર જ્યારે ચુંટણી આયોગ દ્વારા વસ્તી ગણતરીના આધારે મહાનગર પાલિકાના અલગ અલગ વોર્ડમાં પાંચ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં વોર્ડ નં.1માં ખમીસણા અને ચમારજ ગામ, વોર્ડ નં.5 માં મુળચંદ, વોર્ડ નં.9 માં ખેરાળી અને માળોદ ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!