GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર નેત્રમ ટીમ દ્વારા ખોવાયેલ થેલો શોધી મુળ માલીકને પરત કરી ઉમદા કામગીરીનું ઉદાહરણ આપ્યું.

CCTVની મદદથી ખોવાયેલો કીમતી સામાન પરત અપાવ્યો - પોલીસની પ્રશંસનીય કામગીરી

તા.30/09/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

CCTVની મદદથી ખોવાયેલો કીમતી સામાન પરત અપાવ્યો – પોલીસની પ્રશંસનીય કામગીરી, સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને નાયબ પોલીસ અધિક્ષક પાર્થ પરમારના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર પોલીસ દ્વારા તેરા તુજકો અર્પણ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે આ અભિયાનનો મુખ્ય હેતુ શહેરમાં ખોવાઈ ગયેલી કીમતી ચીજવસ્તુઓ જેવી કે સોના, ચાંદીના દાગીના, રોકડ, અને પર્સ જેવી ચીજવસ્તુઓને સીસીટીવી કેમેરાની મદદથી શોધીને તેના મૂળ માલિકને પરત કરવાનો છે આ અભિયાન અંતર્ગત તા. ૨૮/૦૯/૨૦૨૫ ના રોજ અમદાવાદના મુકેશભાઈ કરસનભાઈ સોલંકી સુરેન્દ્રનગર શહેરમાં આવ્યા હતા તેઓ ન્યુ જંકશન રેલવે સ્ટેશનથી રિક્ષામાં બેસીને પોતાના સંબંધીના ઘરે જઈ રહ્યા હતા ત્યારે તેમનો કીમતી સામાન રિક્ષામાં જ ભૂલી ગયા હતા આ ઘટનાની જાણ નેત્રમ પોલીસ શાખાને થતાં પીએસઆઇ ડી. એલ. ઝેઝરીયાની સૂચનાથી નેત્રમ ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે શહેરના નેત્રમ સીસીટીવી કેમેરાની મદદથી રિક્ષાનો રજીસ્ટ્રેશન નંબર GJ 13 AV 8256 શોધી કાઢ્યો હતો અને રિક્ષા માલિકનો સંપર્ક કર્યો હતો પોલીસની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે મુકેશભાઈ સોલંકીનો ખોવાયેલો કીમતી સામાન શોધી કાઢવામાં આવ્યો હતો ત્યાર બાદ સિટી-એ ડિવિઝન પોલીસની મદદથી આ સામાન મૂળ માલિકને સુરક્ષિત રીતે પરત કરવામાં આવ્યો હતો આથી પોલીસે કરેલી આ પ્રશંસનીય કામગીરીને કારણે મુકેશભાઈ સોલંકીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

Back to top button
error: Content is protected !!