સુરેન્દ્રનગર પોલીસ ટીમે તરણેતરના મેળામાં માતા પિતાથી વિખુટા પડેલા બાળકોનું પરીવાર સાથે મિલન કરાવ્યું.

તા.29/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો ભાતીગળ લોકમેળો જામ્યો છે ત્યારે આજુબાજુના પાંચાળ પ્રદેશ ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્ય માંથી મેળો માણવા માટે પરિવારજનો મેળામાં આવી રહ્યા છે ત્યારે ભારે ભીડ વચ્ચે પરિવારજનો અને માતા પિતાથી બાળકો વિખુટા પડી જતા હોય તે પ્રકારની ઘટનાઓ મેળામાં સતત સામે આવી છે ત્યારે આ સંદર્ભે પોલીસ વિભાગ દ્વારા સ્પેશિયલ ટીમો તેનાન કરી અને વિખુટા પડેલા બાળકોને માતા-પિતા સાથે મિલન કરાવી આપવાની કાર્યવાહી છે તે શરૂ કરવામાં આવી છે જેમાં ચોટીલા મફતિયા પરા વિસ્તારમાંથી છૂટી પડેલી બાળકીને તેની માતા તેજલબેન ને શું પરત કરવામાં આવી છે બીજી તરફ એક નાનું બાળક મેળામાં છૂટું પડી ગયું હતું તેને પણ મેળા પોલીસ સ્ટેશન અધિકારી દ્વારા માતાની શોધ કરી અને સુપર જ કરવામાં આવ્યું છે સાત વર્ષનો અજીત મનુભાઈ નામનો બાળક કે જે મૂળી તાલુકામાં વસવાટ કરે છે તેનું પણ પરિવારજનો સાથે મિલન કરાવી આપવામાં આવ્યું છે આ ઉપરાંત એક નાની સાત વર્ષની બાળકી વર્ષાબેન વાઘેલાનો પણ પરિવાર સાથે મિલન કરાવી આપવામાં આવ્યું છે અજય બાવળીયા નામનો યુવક પણ પોતાના પરિવારથી વીકુટો પડી ગયો હતો ત્યારે તેનું પણ માતા-પિતા સાથે મિલન મેળા પોલીસ દ્વારા કરાવી આપવામાં આવ્યું છે અલગ અલગ 10 જેટલા બાળકોનું મિલન વાલી વારસ સાથે મેળા પોલીસ દ્વારા કરાવી આપવામાં આવ્યું છે.



