CHOTILAGUJARATSURENDRANAGAR

સુરેન્દ્રનગર SOG પોલીસે ગુંદા ગામેથી બોગસ ડોકટરને રૂ.23 હજારથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી લીધો.

તા.04/04/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર એસઓજી ના પીઆઇ એચ જે ભટ્ટના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી ઓ વાળા તથા અ.પો.કો. રવિરાજભાઇ મેરૂભાઇ ખાચર તથા મુન્નાભાઇ નાનજીભાઇ રાઠોડ સહિત સ્ટાફના માણસો ખાનગી રાહે બાતમી હકીકત આધારે નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંદા ગામમાં ગેરકાયદેસર રીતે કલીનીકમાં પ્રેકટીસ કરતા ડોકટર રાજુભાઇ દુલાલ ગોલડર મહારાજ તબીબી પ્રેકટીસ રહે. ગુંદા ચોટીલા મુળ રહે. મધ્યપરા મોંડલપરા ગૈધાટા નોર્થ પુગનાસ રાજય પશ્ચિમબંગાળ વાળા પોતે ડોકટર ના હોવા છતાં કોઇ પણ જાતનું તબીબી સારવાર કરવા અંગેનું સર્ટી. ધરાવતાના હોવા છતાં સામાન્ય લોકોને ડોકટર તરીકે જાહેર 8 વર્ષથી પ્રેકટીસ કરતા હોય જે આજરોજ રેડ દરમ્યાન એલોપેથી દવાઓ કિંમત રૂ. 23943 ના મુદામાલ સાથે મળી આવેલ હોય મજકુર ઇસમ વિરૂધ્ધ નાની મોલડી પોલીસ સ્ટેશનમાં ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!