સુરેન્દ્રનગર SOG પોલીસે ટીમે ધ્રાંગધ્રા સબજેલ ખાતે સરપ્રાઇઝ ચેકીંગ દરમ્યાન પ્રતિબંધીત મોબાઇલ મળી આવતાં ચકચાર મચી

તા.19/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લામાં શરીર સબંધિત તથા મિલકત સબંધિત ગુનાઓ ડીટેકટ કરવા તેમજ નાસતા ફરતા આરોપીઓને શોધી કાઢવા તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા,લીંબડી ખાતે સબ જેલ આવેલ હોય જે જેલમાં અવાર નવાર સરપ્રાઇઝ ચેકીંગ કરી પ્રતિબંધીત ચિજવસ્તુ મળી આવ્યે કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને એસઓજી સ્ટાફના પીઆઇ બી. એચ. શીંગરખીયા પીએસઆઇ એન. એ. રાયમા, આર. જે. ગોહિલ, અનિરૂધ્ધસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, સાહીલભાઇ સેલોત સહિત સમગ્ર ટીમ દ્વારા ધ્રાંગધ્રા સબજેલ ખાતે ધ્રાંગધ્રા સબ જેલના અધિકારી કર્મચારીઓ સાથે સરપ્રાઇઝ બેરેક ચેક કરતા જેમા બેરેક નંબર ૭ ના બાથરૂમની ચોકડીમાં એક ડોલ નિચેથી એક વાદળી કલર નો VIVO કંપનીનો મોબાઇલ મળી આવેલ જેની કિ.રૂ.૫૦૦૦ ગણી કબજે કરી પ્રીઝન્સ એકટ- ૧૮૯૪ ની કલમ- ૪૨,૪૩,૪૫ ની પેટા કલમ- ૧૨ મુજબ ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટેશન કરાવી આગળની કાર્યવાહિ માટે ધ્રાંગધ્રા સીટીને સોપી આપેલ છે.



