સુરેન્દ્રનગર સબ જેલમાં ફરી એકવાર કેદીઓ માટે મહેલ બની જેલમાંથી 6 મોબાઇલ ફોન મળી આવતાં ચકચાર મચી
અમદાવાદની ઝડતી સ્કોડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું

તા.26/12/2025/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
અમદાવાદની ઝડતી સ્કોડની ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું, સુરેન્દ્રનગર જિલ્લાની સબ જેલો વારંવાર વિવાદમાં આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગરની લીમડી સબ જેલમાં કેદીઓ દ્વારા અંદર દારૂની મહેફિલ માણવામાં આવતી હોવાનો વિડીયો થોડા દિવસ પહેલા વાયરલ થયો છે જે અંગે હજુ તપાસ પૂર્ણ નથી થઈ ત્યાં ફરી એક વખત સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં આવેલી મુખ્ય ગણાતી સબજેલ વિવાદમાં આવે છે સુરેન્દ્રનગરની મુખ્ય ગણાતી સબ જેલમાં અમદાવાદ જડતી સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી અચાનક ઝડતી સ્કોડની ટીમ દ્વારા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવતા સુરેન્દ્રનગરની સબ જેલમાંથી છ જેટલા મોબાઈલ ફોન મળી આવ્યા છે સબ જેલની અંદરથી એક સાથે છ જેટલા મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે જેલમાં આવેલ માતાજીના મંદિરની પૂજાની સામગ્રીમાંથી ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે અને બીજા બે મોબાઈલ માતાજીના ફોટાની પાછળના ભાગેથી મળ્યા છે જેને લઇને જડતી સ્કોડની ટીમ દ્વારા છ મોબાઈલ જપ્ત કરી અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે જેલમાં સજા કાપી રહેલા કેદીઓ આ મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા હોવાનું હાલમાં સામે આવ્યું છે ત્યારે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે સુરેન્દ્રનગરની સબ જેલમાં સુરેન્દ્રનગર એસઓજી પોલીસ સુરેન્દ્રનગર સીટી પોલીસ અથવા તો અમદાવાદ જડતી સ્કોડની ટીમો ચેકિંગ કામગીરી હાથ ધરે ક્યારે સુરેન્દ્રનગરની સબ જેલની અંદરના ભાગેથી મોબાઇલ ફોન અથવા તો બીન અધિકૃત વસ્તુઓ મળી આવતી હોય છે સુરેન્દ્રનગરની સબ જેલ બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે આ ઉપરાંત જેલ સિપાઈ જેલ સ્ટાફને પણ કામે લગાવવામાં આવતા હોય છે અંદર જતી વસ્તુ તમામ ચેકિંગ કરી અને ત્યારબાદ મોકલવામાં આવતી હોય છે તે છતાં પણ જેલની અંદરના ભાગે બિનઅધિકૃત વસ્તુઓ પહોંચી જાય છે અને ચેકિંગ દરમિયાન મળી પણ આવે છે ત્યારે જેલ સંચાલનની કામગીરી સામે સવાલ ઊભા થયા છે.



