સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતની આખરી સામાન્ય સભા ગણતરીની મિનિટોમાં પૂર્ણ કરવામાં આવતાં અનેક ચર્ચાઓ
જિલ્લા પંચાયતની ચાલુ બોડીએ છેલ્લું બજેટ રજૂ કર્યું, બજેટમાં કોઈ નવી જોગવાઈ નહિ નીરસ બજેટ હોવાનો સર્જાયો ઘાટ

તા.06/02/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
જિલ્લા પંચાયતની ચાલુ બોડીએ છેલ્લું બજેટ રજૂ કર્યું, બજેટમાં કોઈ નવી જોગવાઈ નહિ નીરસ બજેટ હોવાનો સર્જાયો ઘાટ, સુરેન્દ્રનગર મહાનગર પાલિકાના મીટીંગ હોલમાં સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું જેમાં બે મિનિટમાં બજેટ પૂર્ણ જાહેર કરી દેવામાં આવ્યું અનેક વિવાદો વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત નું છેલ્લું બજેટ છે તે રજુ કરવામાં આવ્યું છે 17મી માર્ચ બાદ જિલ્લા પંચાયતના તમામ ચેરમેનો અને સભ્યો ઘર ભેગા થશે કારણ કે તેમનો સમય ગાળો પૂર્ણ થઈ રહ્યો છે ત્યાર બાદ જિલ્લા પંચાયત ઉપર વહીવટી શાસન લાગી જશે પરંતુ આ શાસન લાગે તે પહેલા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના 32 જેટલા સભ્યો અને ચેરમેનો દ્વારા નક્કી કરી અને અંતે બજેટ રજૂ કરવામાં આવ્યું છે પરંતુ આ બજેટમાં કોઈ પણ પ્રકારનો રસ ન હોવાનો ઘાટ સર્જાય જવા પામ્યો હતો ત્યારે બજેટ રજૂ કરતા સમયે જિલ્લા પંચાયતના તમામ સભ્યો મહાનગરપાલિકાના ખાતે ભેગા થયા હતા અને બાકી કામો તથા જે સોંપવામાં આવેલા કામો અને દરખાસ્તમાં લેવામાં આવેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ બજેટ રજૂ કરી રહેલા અધિકારીઓ અને જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના ચેરમેનો દ્વારા આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું ન હતું અને સભ્યોના પ્રશ્નો સાંભળવામાં પણ ન આવ્યા હતા અને અંતે બે મિનિટમાં બજેટ પૂર્ણ જાહેર કરી અને ચા પાણી પી અને સભ્યો અને અધિકારીઓ છૂટા પડી ગયા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો હતો મહત્વની વાત એ છે કે બજેટ રજૂ કરતા સમયે ગ્રામીણ વિસ્તારોના વિકાસ માટે અને નવી રોજગારીની તકો ઉભી થાય તે માટેના પ્રશ્નો પણ પૂછવામાં આવ્યા હતા ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે 17 તારીખ પહેલા તમામ સભ્યો પોતાના વિસ્તારના કામોની યાદી તૈયાર કરી અને આ કામોની દરેક જિલ્લા પંચાયત સીટ દીઠ 5 લાખની મર્યાદામાં રહી અને કામોની યાદી સોંપી દેવામાં આવે જેથી તાત્કાલિક આ કામો લઈ શકાય અને પૂરા પણ કરી શકાય તેવી દરખાસ્ત કરવામાં આવી હતી બીજી તરફ હાલના તબક્કામાં સુરેન્દ્રનગરની જિલ્લા પંચાયત સરકારી ભાડાના મકાનમાં ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે ત્યારે તેના નવીનીકરણ પાછળ કામગીરી કરવાથી સભ્યો અડગા રહ્યા હતા અને બજેટમાં કોઈપણ પ્રકારની આ સંદર્ભે જોગવાઈ કરવામાં આવી ન હતી સામાન્ય બાબતે આ બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે તે નીરસતા દેખાડતું હોય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં ઉગતી સિલક સાથે જિલ્લા પંચાયત પાસે કુલ 15.24 કરોડ રૂપિયાની સ્વભંડોળની સિલક છે અને તે સ્વખર્ચમાં વપરાશે નાણાકીય વર્ષ 2026 27 ના અંદાજપત્રમાં સામાન્ય વહીવટ ક્ષેત્રે 1.87 કરોડ વિકાસ ક્ષેત્રે 1.64 કરોડ શિક્ષણ ક્ષેત્રે 3.20 લાખ આરોગ્ય અને આર્યુવેદિક ક્ષેત્રે 60 હજાર સમાજ કલ્યાણ ક્ષેત્રે 27 લાખ બાંધકામ ક્ષેત્રે 61 લાખ અને મહેસુલ ક્ષેત્રે 6.82 કરોડ રૂપિયાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે બજેટ રજૂ કરવામાં આવ્યું છે ત્યારે આ બજેટ રજૂ કર્યા બાદ બજેટમાં નીરસતા જોવા મળી હોવાનો ઘાટ સર્જાયો છે જિલ્લા પંચાયતની કુલ 32 બેઠકો પાછળ માત્ર 15.24 કરોડનો ખર્ચ કરવાનો નિર્ધાર કરવામાં આવતા ચૂંટણીમાં પણ નુકસાન જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને વિકાસના કામો ગ્રામીણ ક્ષેત્રમાં અટકી પડે તે પ્રકારની શક્યતા દર્શાવામાં આવી છે.




