DASADASURENDRANAGAR

પાટડી ખરીદ વેચાણ સંઘમાં યુરીયા ખાતરની બેગ સાથે લીકવીડ ખાતર અપાતા ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવ્યો.

પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મંડળીઓ પર જનતા રેડ પાડી

તા.21/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

પૂર્વ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ મંડળીઓ પર જનતા રેડ પાડી

સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નૌશાદભાઈ સોલંકી દ્વારા જણાવેલ છે કે સરકાર દ્વારા ગ્રામ્ય કક્ષાએ યુરીયા ડીએપી ખાતરનો જથ્થો સમયસર પુરો પાડવાના આશયથી સહકારી મંહલીઓ અને સહકારી કરીદ વેચાણ સંઘને આવા ખાતરનો જથ્થો વેચવા માટેનું લાયસન્સ આપવામાં આવે છે હાલમાં અનેક ખેડુતો પાસેથી ફરીયાદ મળેલ કે હાલમાં જયારે તેઓ આ યુરીયા કે ડીએપી ખાતર લેવા જાય છે ત્યારે વિક્રેતા દ્વારા 3થી 5 યુરીયા ખાતરની બેગ સાથે 1 બોટલ લીકવીડ ખાતર ફરજીયાતપણે ખેડૂતોની અનિચ્છા હોવા છતા આપવામાં આવે છે અન્યથા તેઓને ખાતર આપવામાં આવ્યું નથી નાયબ નિયામક ખેતી વિસ્તરણ સુરેન્દ્રનગર દ્વારા આપવામાં આવેલ માહિતી અનુસાર ખાતર વિક્રેતા સહકારી મંડળી કે ખરીદ વેચાણ સંઘ આ રીતે ખેડુતોને અનિચ્છાએ ફરજીયાતપણે આ વધારાની લીકવીડ ખાતર કે અન્ય કોઈ સામગ્રી લેવાની ફરજ પાડી શકે નહીં આ બાબતે પૂર્વ ધારાસભ્ય નૌશાદભાઈને સતત ફરીયાદો મળતા આજરોજ તા. 20-6-24ના રોજ ખેડુત આગેવાનો, કોંગ્રેસના વરીષ્ઠ પદાધિકારીઓ સિકંદરભાઈ કુરેશી, અશોકભાઈ પટેલ, ભારતેન્દુભાઈ પટેલ, મોતીભાઈ ભાલૈયા, તા.પં. સદસ્ય સાજીદભા, સહિતના આગેવાનો સાથે નૌશાદભાઈ સોલંકી દ્વારા પાટડી ચાર રસ્તા ખાતે સ્થિત પાટડી ખરીદ વેચાણ સંઘની ઓફીસ ખાતે ખેડતો સાથે જનતારેડ કરી જેમાં ત્યાં હાજર ચેરમેન સહિતના પદાધિકારીઓ, મેનેજર અને અન્ય સ્ટાફ દ્વારા કબુલવામાં આવેલ કે 3થી 5 યુરીયા ડીએપી ખાતરની બેગ સાથે 1 બોટલ લીકવીડ ખાતર ફરજીયાતપણે આપીએ છીએ આથી અમો દ્વારા સ્થળ ઉપરથી જ ત્વરીત પ્રાંત અધિકારી પાટડી નાયબ નિયામક ખેતી વિસ્તરણ સુરેન્દ્રનગરને આ ગંભીર બાબતે જાણ કરાતા પ્રાંત અધિકારી દ્વારા મામલતદારને સ્તળ ઉપર મોકલવામાં આવેલ. તેના દ્વારા આ બાબતે ખેડુતો પદાધિકારીઓ, કર્મચારીઓના લેખીત જવાબો પોતાની રૂબરૂમાં લખાવેલ જેની નકલ આ સાથે સામેલ છે આમ સુ.નગર જીલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં ખેડુતોની મજબુરીનો લાભ ઉઠાવી ફરજીયાત પણે બીનઉપયોગી સામગ્રી ખરીદવા ફરજ પાડી કેડુતોની ઉઘાડી લુંટ કરવામાં આવી રહી છે નૌશાદભાઈ સોલંકી દ્વારા મુખ્યમંત્રી તેમજ કૃષીમંત્રી સહિતના ઉચ્ચ અધિકારીઓને પત્ર લખી જે કોઈ સહકારી મંડળી કે ખરીદ વેચાણ સંઘ દ્વારા આ પ્રકારે ગેરકાનુની પ્રવૃતિ દ્વારા ખેડુતોની છેતરપીંડી કરવામાં આવતી હોય તેવી મંડળી ખરીદ વેચાણ સંઘના લાયસન્સ રદ કરવા અને સંસ્થાના પદાધિકારીઓને સસ્પેન્ડ કરી વહીવટદારની નિમણુંક કરવા રજુઆત કરવામાં આવેલ છે સદર બાબતે ના.નિયામક ખેતી વિસ્તારણ, સુરેન્દ્રનગર તેમજ ના.નિયામક ખેતી વિસ્તરણ સુ.નગર કલેકટર સુરેન્દ્રનગરને રૂબરૂ રજુઆત કરી તાત્કાલીક અસરથી તમામ સંસ્થાઓને કોઈપણ પુવ શરત વગર ખેડુતોને ખાતર સરળતાથી મળી રહે તે અંગે કડક સુચના આપવા ઘટતું કરવા રજુઆત કરેલ છે.

[wptube id="1252022"]
Back to top button