SURENDRANAGARWADHAWAN
સુરેન્દ્રનગર શહેરમાં ગરમીથી રાહત મેળવવા સરબત, છાસ વિતરણ
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગરમાં કાળઝાળ ગરમી પડી રહી છે ત્યારે મયુરસિંહ ચુડાસમા, ભોલાભાઈ સ્વદાસ, યોગેશભાઈ માલકિય, શક્તિસિંહ પરમાર, બળદેવભાઈ નાકિયા દ્વારા છેલ્લા ૧૫ દિવસથી પટેલ ટ્રાન્સપોર્ટ કંપની, GIDC આંબાવાડી તુલસી ઓઈલ મિલ સામે ન્યૂ સુર સાગર ડેરીની બાજુમાં બપોરે ૦૨:૦૦ થી ૦૪:૩૦ ઠંડી છાસ, સરબત વિગેરેનુ ગરમીથી રાહત મળે તે માટે વિતરણ કરાઈ રહ્યું છે.