CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલામાં દીપડાના બચ્ચાને પજવણી કરી વીડિયો વાયરલ કરનારા મોટી મોલડીના પાંચ ઈસમોને દબોચી લીધા.

તા.21/01/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ચોટીલા ક્ષેત્રિય રેન્જના કાર્યક્ષેત્ર હેઠળના શેખલીયા રાઉન્ડ, શેખલીયા બીટના નાની મોલડી ગામના રેવન્યુ વિસ્તારમાંથી દીપડાના મૃત બચ્ચાનો મોબાઈલમાં
ફોટો પાડી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવતા જેના આધારે રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન પી રોજાસરાને ફોટો મળતા જૂનાગઢ વન વર્તુળના મુખ્ય વન સરંક્ષક કે.રમેશના માર્ગદર્શન અને એમની આગેવાનીમા નાયબ વન સરંક્ષક નિકુંજ પરમાર, મદદનીશ વન સરંક્ષક એમ આર મેરની રાહબરી હેઠળ આ કેસના આરોપીઓ મોટી મોલડી ગામના દિલીપભાઈ સંઘાણી, રવજીભાઈ વાઢેર, દિનેશભાઇ વાઢેર, વલ્લભભાઇ મકવાણા અને વનરાજભાઈ વાઢેરને ઝબ્બે કરી તપાસ કરતા તેમના મોબાઈલ ફોનમાં દીપડાના બચ્ચાને પજવણી કરતા અન્ય વીડિયો મળી આવ્યા હતા આથી વન વિભાગની ટીમ દ્વારા આ પાંચેય આરોપીઓ પાસેથી અલગ અલગ કંપનીના રૂ.30,000 ની કિંમતના છ મોબાઈલ જપ્ત કરી વન્ય પ્રાણી સરંક્ષણ અધિનિયમ 1972 ની વિવિધ કલમો હેઠળ ગુન્હો નોંધી નામદાર કોર્ટના ફર્સ્ટ ક્લાસ જ્યુડીશિયલ મેજિસ્ટ્રેટ ચોટીલા સમક્ષ રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોટીલા રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર એન પી રોજાસરા, વનપાલ આર.એન.વાધ્રોડીયા, બી.બી.ખાચર, એન.એસ.પરમાર, વનરક્ષક એમ.કે.ડાભી, વી.એમ.પાપોદરા, આર.આર.બારૈયા, બી.એચ.સોલંકી, જે.કે.દુધરેજીયા સહિતનો સ્ટાફ સાથે હાજર હતો ચોટીલામાં દિપડાની પજવણી કરતો ફોટો વાયરલ થયો હતો અને વાયરલ કરનારા વ્યક્તિઓને ફોરેસ્ટ વિભાગ દ્વારા દબોચીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી તે બનાવ હજુ તાજો છે, ત્યાંજ મોટી મોલડી ગામે મરેલા દીપડાનાં બચા સાથે આરોપીએ ફોટાઓ પાડીને સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યા હોવાની ચોટીલા ફોરેસ્ટ વિભાગને માહિતી મળતા જ એમને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!