CHOTILASURENDRANAGAR

ચોટીલામાં નિદોર્ષ પશુઓને કતલખાને લઇ જતા આરોપીઓને દબોચી લીધા.

બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લાના ચોટીલા જીવદયા પ્રેમી ટીમ દ્વારા નવ પશુઓને કતલખાને લઇ જતા બચાવવામા આવ્યાં હતાં ત્યારે વાંકાનેર તરફથી મુંગા પશુઓને મહારાષ્ટ્ર તરફ પશુઓને કતલખાને લઇ જવાતાં હતાં જે બાતમી આધારે ચોટીલા પોલીની સાથે ચોટીલાના ગૌરક્ષકોની ટીમે વોચ ગોઠવી હતી તે દરમિયાન રાત્રિના 12-30 વાગ્યે આસપાસ પસાર થઈ રહેલ શંકાસ્પદ આઇસર માં તપાસ કરતા તેમાં ઘાસચારો કે પાણીની સગવડ વિના ટુંકા દોરડા વડે કુરતાપૂર્વક ખીચો ખેંચ બાંધેલા નવ પશુઓ મળી આવ્યા હતા જેમાં આઠ ભેંસો અને એક પાડો હતો પૂછપરછ કરતાં આઇસર ચાલકે પશુઓને કતલખાને લઈ જવાની કબુલાત કરી હતી જે તમામ પશુઓને ચોટીલા પાંજરાપોળ લઈ જવાના હતા પરંતુ પાંજરાપોળના અધિકારી અને પ્રમુખે રાતના સમયે પશુઓને પાંજરાપોળમાં લેવાની ઘસીને ના પાડી દેતા જીવદયા પ્રેમીઓમાં રોષ ફેલાયો હતો પાંજરાપોળના સત્તાધીશોએ સવારે 10:30 વાગે પશુઓને પાંજરાપોળમાં લીધા હતા દર વખતની જેમ આ વખતે પણ પાંજરાપોળના પ્રમુખની મનસ્વી વલણનો ભોગ નિર્દોષ પશુઓને બનવું પડ્યું હતું રાત ભર પશુઓને ગાડીમાં ને ગાડીમાં જ રાખવા પડ્યા હતા ત્યારે પાંજરાપોળના પ્રમુખનું આવું વલણ બદલાવવું જોઈએ તેવી જીવદયા પ્રેમીઓની માંગ છે આ તરફ આઇસર ચાલક દિલીપસિંહ દાડમસિંહ તેમજ અન્ય શખ્સો સામે પશુ ક્રૂરતા અધિનિયમ પ્રમાણે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!