CHOTILASURENDRANAGAR

ચોટીલા પોલીસને ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમના દરોડા : પાંચ ઝડપાયા, બે ફરાર

ચોટીલા પોલીસને ઉંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમના દરોડા : પાંચ ઝડપાયા, બે ફરાર

બે ટેન્કર ,એક પીક અપવાન સહિત રૂ.51,85,490નો મુદામાલ જપ્ત

વિક્રમસિંહ જાડેજા | ચોટીલા

ચોટીલામાં હાઇવે પર હોટલોમાં ગેરકાયદેસર રીતે પેટ્રોલ, ડિઝલ વેચાણનો વેપલો ચાલતો હોવાની બાતમી મળી હતી.આથી સ્થાનીક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનીટરીંગ સેલ ટીમ ગાંધીનગરે ચોટીલામાં દરોડા કર્યા હતા.જેમાં હાઇવે પરની હોટલમાં ગેરકાયદેસર પેટ્રોલ, ડિઝલ ભરેલા બે ટેન્કર, એક પીઅક અપવાન સહિત રૂ.51,85,490નો મુદામાલ જપ્ત કરાયો હતો.જ્યારે પાંચ શખ્સોને ઝડપી પડાયા હતા અને બે ફરાર થઇ ગયા હતા.

ચોટીલા નેશનલ હાઇવે જાણે ગેરકાયદેસર પ્રવૃતિઓ દિવસે દિવસે વધતી જાય છે.જેમાં અહીં હોટલોના નામે ગેરકાયદેસર પ્રવૃતિઓ અવાર નવાર પકડાતી હોય છે.ત્યારે આ હાવેલ પરની હોટલોમાં પેટ્રોલ અને ડિઝલ કેમીકલ કાઢી અને તેને વેચવાનું ગેરકાયદેસર કામ ચાલતુ હોવાની ગાંધીનગર સુધી બાતમી પહોંચી હતી.આથી ચોટીલા હાઇવે પર આપાગીગાના ઓટલા સામે આવેલ જંબેશ્વર રામદેવ હોટલની આડમાં પેટ્રોલ ડીઝલ ચોરીનો ધંધો ચાલી રહ્યો હતો. તેના પર સ્થાનિક પોલીસને અંધારામાં રાખી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગર ટીમે બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યારે હોટલ ખાતે બે ટેન્કર સાથે ડીઝલ 10,300 લીટર અને પેટ્રોલ 20,000 લિટર અને એક પીક અપ વાન મોબાઈલ તેમજ રોકડા 29,490 અને ઇલેક્ટ્રિક મોટર ડીવીઆર અને વાઇફાઇ રાઉટર સાથે 51,85,490 નો મુદ્દા માલ કરવામાં આવ્યો હતો. જ્યારે ભવાનીપુર તાલુકો ભચાઉ ગાંધીધામ કચ્છના રહીશચંદુભાઈ અંબારામ સાધુ, મોટી હમીરપુર તાલુકો રાપર કચ્છના ટેન્કર ડ્રાઇવર રમેશભાઈ રામસંગભાઇ કોળી અને મોટી મોલડી તાલુકો ચોટીલાના રહીશ હિતેશ બચુભાઈ સોલંકી અને કેમિકલ ચોરી કરનાર નોકર સાથે સુનિલ તુલસીરામ ગામેતી અને હમીર રાજારામ ગામેતી બંને નોકરોની એસ.એમ.ટીમે દ્વારા અટકાયત કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરતા પેટ્રોલ ડીઝલ ચોરીનો કારોબાર કરનાર ભુપતભાઈ બાબુભાઈ પટગીર રહેવાસી નાની મોલડી તેમજ તેમનો મહેતાજી ભગીરથ ખીચડ રહેવાસી હોટલ પર હાજરમાં મળી આવ્યા ન હતા. હાલ તેઓને ઝડપવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

હાઇવે પરની સામાન્ય દેખાતી હોટલોમાં બે નંબરના વહિવટ થાય છે

ચોટીલા હાઇવે પર અનેક નાની મોટી હોટલો બનાવવામાં આવી છે.જેમાં કોઇ અવર જવર ઓછી હોય અને સામાન્ય દેખાતી હોય તેવી હોટલો પર ડીઝલ પેટ્રોલ કેમિકલ જેવી વસ્તુઓના હાઇવે પર સામાન્ય દેખાતી હોટલો ગોરખ ધંધા કરનાર ઊંચા ભાડા આપી આવો બે નંબરનો વહીવટ કરવામાં આવે છે

કંપની ટેન્કર ડ્રાઇવર સાથે સેટીંગ ગોઢવી હોટલે ઉભી રહે હોટલે કેમીકલ કાઢતા

આ હાઇવે પર આવેલી હોટલમાં ગેરકાયદેસર વેપલા માટે સેટીંગ ગોઢવવામાં આવતુ હતુ.જેમાં ઓઇલ કંપનીમાંથી ટેન્કર હોટલે આવે એટલે તેમના ડ્રાઇવર સાથે આ લોકોનું સેટીંગ હોય છે.આથી આરોપીઓ ટેન્કરનું સીલ તોડી તેમાંથી થોડી માત્રામાં ડીઝલ અને પેટ્રોલ કેમીકલ કાઢી લેતા હતા.તે ડ્રમમાં ભરી રાખી બાદમાં રીટેઇલ ભાવે વેચતા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!