LAKHTARSURENDRANAGAR

લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી D3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને મુશ્કેલી સર્જાઈ.

તા.06/02/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

લખતર સદાદ ગામની સીમમાંથી પસાર થતી ડી3 કેનાલમાં પાણી ન પહોંચતા ખેડૂતોને પરેશાની ભોગવવી પડતી હોવાનું જાણવા મળી રહ્યું છે તો એકબાજુ અગાઉ થોડા દિવસો પહેલા જ આ કેનાલ અન્ય ખેતરમાં ઓવરફ્લો થઈ હતી આમ એકબાજુ ઓવરફ્લો અને બીજી જગ્યાએ પાણી ન પહોંચવું તે તંત્રની અણ આવડત છતું કરતું હોય તેવું જોવા મળે છે સરકાર દ્વારા ખેડૂતોને ખેતર સુધી પાણી મળી રહે તે માટે સબમાઈનોર કેનાલ બનાવવામાં આવેલ છે પરંતુ આ કેનાલના કામો ક્યાંક નબળા થયા છે તો ક્યાંક તંત્રની અણ આવડતના કારણે ખેડૂતોને ભોગ બનવું પડી રહ્યું છે આવો જ કંઇક ઘાટ લખતર તાલુકામાં સર્જાયો છે જ્યાં લખતર વણા રોડ ઉપર સીમમાં ડી-3 કેનાલ ઓવરફ્લો થતાં ખેડૂતના ઊભા પાકમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે હવે તાલુકાનાં સદાદ બાજુની સીમમાં ખેડૂતને ખેતર સુધી પૂરતું પાણી ન પહોંચતા તેમને પાક નુકશાનીની ભીતિ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું આમ, એકબાજુ કેનાલ ઓવરફ્લો તેમજ બીજી બાજુ પૂરતું પાણી જ પહોંચતું નથી તેવો ઘાટ સર્જાઈ રહ્યો છે આ અંગે પ્રવિણભાઈ મારૂણિયાએ જણાવ્યુ કે આ બાબતે કેનાલના સંબંધીત નર્મદાના નાયબ કાર્યપાલક ઇજનેર જાનીભાઈએ જણાવ્યું કે મુખ્ય કેનાલમાં પાણી સ્ત્રોત ઘટયો હોવાથી અમે આ પાણી ધીમુ કરતા પહોંચ્યું નથી.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Back to top button
error: Content is protected !!