સુરેન્દ્રનગર ઉપાસના સર્કલ પાસે આવેલ ગેમઝોનના સંચાલક સહિત બે શખ્સો વિરુદ્ધ બિ ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.
તા.05/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
NOC અને પરવાનગી વગર ચાલતુ હોવાનું આવ્યું સામે
રાજકોટના ટીઆરબી ગેમઝોનમાં આગ લાગવાથી 30થી વધુ લોકોના જીવ હોમાયા હતા જેમાં નાના બાળકોનો પણ સમાવેશ થતો હતો હચમચાવી મુકતા આ ઘટનાને પગલે સુરેન્દ્રનગર સહિત સમગ્ર રાજયમાં ગેમઝોન પર તવાઈ કરાઈ હતી જેમાં સુરેન્દ્રનગરના ઉપાસના સર્કલ પાસે આવેલ પ્લે બોકસ ગેમઝોન અને 80 ફુટના રોડ પર આવેલ ગોપીનાથ ગેમઝોનમાં નગરપાલિકા, પ્રાંત કચેરી, મામલતદાર કચેરી, વીજ કંપની પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી અને બન્ને ગેમઝોન સીલ કરવામાં આવ્યા હતા ત્યારે આ બન્ને ગેમઝોન કોઈ એનઓસી કે પરવાનગી વગર ચાલતુ હોવાનું સામે આવ્યુ હતુ બી ડીવીઝન પોલીસ મથકના શકિતસીંહ વાઘેલાએ પ્લેબોકસ ગેમઝોનના સંચાલક માલિક આકાશ પ્રકાશભાઈ લાખાણી અને મેનેજર નીલેશ સામે તથા ગોપીનાથ ગેમઝોનના સંચાલક હીતેશ ગણપતભાઈ ખેર સામે આઈપીસીની કલમ 336 મુજબ ફરિયાદ નોંધી છે વધુ તપાસ પીએસઆઇ એસ એમ શેખ ચલાવી રહ્યા છે.