SURENDRANAGARWAGHAI

સુરેન્દ્રનગર ભકિતનંદન સર્કલ પાસે આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ફાયર NOC ન હોવાની પાલિકામાં રજૂઆત

તા.21/06/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર ભકિતનંદન સર્કલ પાસે આવેલી બેંકમાં ફાયર એનઓસી સહિતની જરૂરી પરવાનગી વગર ચાલતી હોવાની પાલિકામાં રજૂઆત કરી કાર્યવાહીની માંગ કરી છે પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર પાલિકા દ્વારા ફાયર એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી શરૂ કરાઇ છે ત્યારે સુરેન્દ્રનગરના રાજેશભાઇ જગાભાઇએ પાલીકામાં લેખિતમાં રજૂઆત કરી છે કે ભકિતનંદન સર્કલથી 80 ફૂટ રોડ વચ્ચે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ફાયર એનઓસી નથી બાંધકામ મૂજબની મંજૂરી નથી, બીયુ નથી અને પાર્કિંગ પણ ન હોવાથી બેંકમાં આવતા ગ્રાહકોની સલામતી જોખમાઇ રહી છે આ ગંભીર બાબતે નગરપાલિકા દ્વારા સરકારી નિયમોના પાલનનું ઉલ્લંઘન કર્યુ હોવાથી તાત્કાલીક યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે આ બાબતે ફાયર ઓફીસરે જણાવેલ કે બેંકમાં ફાયર એનઓસી ફરજિયાત છે ત્યારે બેંકોની તપાસ કરવાની કામગીરી શરૂ કરવાના છીએ હવે પાલિકા દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાય છે? એની સામે સૌની નજર મંડાયેલી છે.

Back to top button
error: Content is protected !!