લીંબડીની સબજેલના બેરકમાંથી કેદીઓ પાસેથી 2 મોબાઈલ ફોન ઝડપાયા હતા.

તા.23/07/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડીની સબજેલના બેરક નં 1માંથી અમદાવાદના કેદીઓ પાસેથી 2 મોબાઈલ ફોન ઝડપાયા હતા જેલ પ્રતિબંધિત ફોન પાસે રાખીને પોલીસથી છૂપી રીતે વાતો કરનારા ત્રણ શખ્સ સામે ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ મોબાઈલ ફોનથી જેલ બહાર કોની સાથે વાત કરતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે લીંબડીની સબજેલ પ્રતિબંધિત વસ્તુઓ રાખવા માટે ભૂતકાળમાં બદનામ થઈ ચૂકી છે ભૂતકાળમાં લીંબડીની સબ જેલમાંથી અનેકવાર જેલ પ્રતિબંધિત વસ્તુઓ પકડાઈ ચૂકી છે ત્યારે સબ જેલમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા છગનભાઈ ગમારા, જે.આર.પટેલ, વીરેન્દ્રસિંહ ઝાલા સહિત પોલીસ કર્મીઓ હાજર હતા ત્યારે બેરક નં 1માં કેદીઓ મોબાઈલ ફોન ઉપર વાત કરતા હોવાની શંકા ગઈ હતી પોલીસ જવાનોએ બેરક નંબર-1માં તપાસ કરી અમદાવાદ, કસબા પાર્ક, ફતેવાળી કેનાલ નજીક જુહાપુરા વિસ્તારમાં રહેતા મહંમદ ઈમરાન મહંમદ અખ્તર સૈયદ તથા અમદાવાદ દાણીલીમડા, એક્તા નગરમાં રહેતા અનવર અબ્દુલખાન પઠાણ પાસેથી બે મોબાઈલ ફોન ઝડપી લીધા હતા સાથે બન્ને આરોપી પાસે મોબાઈલ ફોન હોવાની વાત જાણવા છતાંય પોલીસને જાણ નહીં કરનાર બેરક નં.1માં રહેતાં આરોપી માજીદ મેદાદખાન પઠાણ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે સાથે જ આરોપીઓ મોબાઈલ ફોનથી જેલ બહાર કોની સાથે વાત કરતા હતા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.




