DASADASURENDRANAGAR

પાટડીના વડગામ પાસે SMC ના દરોડા બાદ 5 પોલીસ કર્મચારીઓની બદલી કરાઈ.

તા.08/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં દારૂ જુગાર સહિતની પ્રવૃત્તિઓ ઉપર દરોડા બાદ શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા, સંજય વલાણીની બદલી

સુરેન્દ્રનગર જિલ્લામાં ઝીંઝુવાડામાં દરોડા બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનના પાંચ પોલીસ કર્મીઓને ફરજ મોકૂફ કરવામાં આવ્યા છે અત્રે જણાવીએ કે, હાલમાં જ જખઈએ દારૂ જુગાર સહિત પ્રવૃતિઓ પર દરોડા પાડ્યા હતા જેમાં પાંચ પોલીસ કર્મચારીઓની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું જેમાં પોલીસ કર્મી શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને સંજય વલાણીને સુરેન્દ્રનગર જિલ્લાથી ફરજ મોકુફ કરી અલગ અલગ જિલ્લાઓમાં મુકરર કરવામાં આવ્યા છે જેમાં શૈલેષ કઠેવાડિયાને તાપીમાં તો મયુર ચાવડાને દાહેદમાં જ્યારે સુરેશ વાઢેરને પોરબંદર તો સંદિપ મકવાણાને અમરેલીમાં મૂકવામાં આવ્યા છે પાટડીના વડગામ પાસે ધમધમતા જુગાર ધામમા 10 જુગારીઓ રૂ. 4.79 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા ત્યારે પાટડીના વડગામ પાસે ધમધમતા જુગારધામ દરોડા મામલે પાંચ પોલીસ કર્મીઓની સસ્પેન્ડ સાથે બદલી કરાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે આ પાંચેય પોલીસ કર્મીઓની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલતા પગલાં લેવાયા છે પાટડીના વડગામ પાસે ગત 22 સપ્ટેમ્બરના રોજ ધમધમતું જુગારધામ ઝડપાયું હતું જેમાં 10 જુગારીઓ રૂ. 4.79 લાખના મુદામાલ સાથે ઝડપાયા હતા જ્યારે બે આરોપીઓ ફરાર થયા હતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રોકડા રૂ. 1,41,460, મોબાઈલ નંગ 10 કિં.રૂ. 53,000, વાહનો નંગ 3 કિં.રૂ. 2,85,000 મળી કુલ રૂ. 4,79,760નો મુદામાલ ઝબ્બે કરી દસાડા પોલીસ મથકે ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલે આ દરોડામાં રાજદીપસિંહ ભાથીજી ઝાલા જુગાર ચલાવનારો મુખ્ય આરોપી રહે ઝીંઝુવાડા, રવિ મહેન્દ્રકુમાર ગજ્જર ઘાટલોડિયા, અમદાવાદ, જેઠાભાઇ જુહાભાઈ રાઠોડ વડગામ, જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા ઝીંઝુવાડા, રસિક વિરમભાઇ રાઠોડ વડગામ, વિશાલ ભરતભાઈ ઓડ વડગામ, સંજય પ્રભુભાઈ ઓડ વાલેવડા, વિનોદ ગગાભાઈ ઠાકોર વડગામ રસિક ગાંડાભાઈ ઠાકોર વડગામ અને મનુ બાબાભાઈ રાઠોડ વડગામને રોકડા રૂ. 1,41,460, મોબાઈલ નંગ 10 કિં.રૂ. 53,000, વાહનો નંગ 3 કિં.રૂ. 2,85,000 મળી કુલ રૂ. 4,79,760નો મુદામાલ ઝબ્બે કરી દસાડા પોલીસ મથકે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ઘરી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એસએમસીના દરોડા બાદ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે જેમાં શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને સંજય વલાણીની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઝીંઝુવાડા પાસે વડગામ ગામે ધમધમતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા જેમાં કોન્સ્ટેબલ સુરેશ વાઢેર, કોન્સ્ટેબલ શૈલેષ કઠેવાડિયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને લોકરક્ષક સંજય વલાણી સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે જેમાં આ પાંચેય પોલીસ કર્મીઓની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી હતી જેમાં શૈલેષ કઠેવાડીયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને સંજય વલાણીની બદલી કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે ઝીંઝુવાડા પાસે વડગામ ગામે ધમધમતી જુગાર ક્લબ પર સ્ટેટ મોનિટરિંગ સેલે પાડેલી રેડના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતા જેમાં કોન્સ્ટેબલ સુરેશ વાઢેર, કોન્સ્ટેબલ શૈલેષ કઠેવાડિયા, મયુર ચાવડા, સુરેશ વાઢેર, સંદીપ મકવાણા અને લોકરક્ષક સંજય વલાણી સસ્પેન્ડ સાથે અન્ય રેન્જમાં બદલી કરવામાં આવી છે જેમાં આ પાંચ પોલીસ કર્મીઓની ક્લબ સંચાલક રાજદીપસિંહ ઝાલા સાથે સંડોવણી ખુલી હતી.

Back to top button
error: Content is protected !!