ધ્રાંગધ્રાનાં આંબેડકરનગરમાં પરિવાર ઉપર હુમલાનાં કેસમાં ગુનો દાખલ કરાયો

તા.06/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા શહેરના આંબેડકર નગર વિસ્તારમાં જૂની અદાવતને કારણે એક પરિવાર પર હુમલો થયો હતો ગૌતમ મકવાણા નામના શખ્સે લોખંડના પાઇપ વડે રમેશ ત્રિભોવનભાઇ રાઠોડ અને તેમના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો પ્રાથમિક માહિતી મુજબ ગૌતમ મકવાણા અને રમેશ રાઠોડ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી આ માથાકૂટને રોકવા જતાં એક મહિલા સહિત કુલ ત્રણ વ્યક્તિઓને ઈજા પહોંચી હતી હુમલાખોરે તેમને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાદ હુમલાખોર ગૌતમ મકવાણા વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે અને પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે ધ્રાંગધ્રા શહેરમાં એક સગીરાની છેડતી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશનમાં કરશન ચૌહાણ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે પ્રાપ્ત વિગતો અનુસાર 16 વર્ષીય સગીરાને છેલ્લા છ મહિનાથી કરશન ચૌહાણ દ્વારા વારંવાર પજવણી કરવામાં આવતી હતી જ્યારે સગીરા ઘરે એકલી હોય ત્યારે આરોપી તેના ઘરમાં પ્રવેશ કરીને બીભત્સ માંગણીઓ કરતો હતો આરોપીએ સગીરાના ઘરે જઈ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી અને છરી પણ બતાવી હતી આ ઘટના બાદ સગીરાએ પોતાની ચુપ્પી તોડી અને છેલ્લા છ મહિનાથી ચાલી રહેલી પજવણીની સમગ્ર હકીકત પોતાના પરિવારને જણાવી પરિવારના સભ્યે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથક ખાતે કરશન ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે સ્થાનિક પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.




