DHRANGADHRASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ધાંગધ્રા સંત દેશળ દેવની પવિત્ર ધરા પર સોરઠીયા રાજપૂત સમાજના ભવ્ય સમૂહ લગ્ન યોજાયાં

તા.25/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા ખાતે સંત દેશળ દેવની પવિત્ર ધરા પર આજે સામાજિક એકતા અને સંસ્કારનું સુંદર દૃશ્ય જોવા મળ્યું હતું જેમાં ધ્રાંગધ્રા ખાતે આવેલા સંત દેશળ દેવના સમાધિ સ્થળે સોરઠીયા રાજપૂત સમાજ દ્વારા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સમૂહ લગ્ન માત્ર સામાજિક કાર્યક્રમ નથી પરંતુ આજના સમયમાં સમાજ, રાજ્ય અને રાષ્ટ્ર માટે જરૂરી એવી મહત્વ પૂર્ણ પહેલ છે વધતા લગ્ન ખર્ચ, દેખાડા અને સામાજિક દબાણ વચ્ચે સમૂહ લગ્ન સાદગી, સમાનતા અને સહકારનો સંદેશ આપે છે આ સમૂહ લગ્નોત્સવમાં આમંત્રિત મહેમાનો તરીકે પુર્વ કેબિનેટ મંત્રી આઈ. કે. જાડેજા,ભાજપ પ્રમુખ નિશાંતભાઈ પ્રજાપતિ, પૂર્વ પ્રમુખ જીતુભાઈ ચૌહાણ, ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા મહેમાનોએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સમૂહ લગ્ન જેવી પરંપરાઓ લગ્નને દેખાડાથી દૂર રાખી તેને સાચા અર્થમાં સંસ્કાર બનાવે છે સંત દેશળ દેવની પવિત્ર જગ્યા પર લગ્ન બંધનમાં બંધાયેલા નવદંપતીઓ માટે આ પ્રસંગ જીવનભર યાદગાર બન્યો હતો સમાજની એકતા અને સંસ્કૃતિને મજબૂત બનાવતો આ સમૂહ લગ્નોત્સવ આગામી પેઢી માટે પ્રેરણારૂપ સાબિત થયો હતો.

બાઈટ
આઈ કે જાડેજા – પુર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ, ભાજપ

Back to top button
error: Content is protected !!