ARAVALLIGUJARATMODASA

અરવલ્લી : રાજ્યકક્ષાની “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા”માં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશેઃ વિજેતાને લાખો રૂપિયાના પુરસ્કાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : રાજ્યકક્ષાની “શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્પર્ધા”માં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશેઃ વિજેતાને લાખો રૂપિયાના પુરસ્કાર

અરવલ્લી જિલ્લા કલેકટર પ્રશસ્તિ પારીકએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી ગણેશ પંડાલ સ્પર્ધામાં અરવલ્લી જિલ્લાના આયોજકો ભાગ લઈ શકશે. અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકએ આજે પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને જણાવ્યું હતું કે, રાજ્યમાં ગણપતિ મહોત્સવ દરમિયાન ગુજરાત સરકાર ના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અરવલ્લીના ગણેશ પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.

જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેક્ટર એ કહ્યું હતું કે, આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્યા છે. જેમાં મંડપ શણગાર, સામાજિક સંદેશ, ઈકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમાની પસંદગી, ઓપરેશન સિંદૂર – દેશભક્તિ, સ્વદેશી વસ્તુઓ અપનાવો જેવી થીમ, પંડાલ સ્થળની પસંદગી, સામાજિક સંદેશ વગેરે બાબતો ધ્યાનમાં લેવામાં આવશે. સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ.૫ (પાંચ) લાખ,દ્વિતીય ક્રમે વિજેતાને રૂ. ૩ લાખ તથા તૃતીય ક્રમના વિજેતાને રૂ. ૧.૫૦ લાખના પુરસ્કાર આપવામાં આવશે.તેમજ પાંચ ગણેશ પંડાલને પ્રોત્સાહન પેટે દરેકને રૂ.૧ લાખના રોકડ પુરસ્કાર આપવામાં આવશે.સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છતા ગણેશ પંડાલના આયોજકો જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિની કચેરી, જિલ્લા સેવા સદન, મોડાસા ખાતેથી મેળવી તારીખ ૨૮-૦૮-૨૦૨૫ બપોરે ૧૨.૦૦ કલાક સુધીમાં પરત કરવાના રહેશે.

Back to top button
error: Content is protected !!