વડવાળા મંદિર દુધરેજ ધામના મહંત શ્રી કનીરામ બાપુના જન્મ દિવસની અનોખી ઉજવણી
દુધઈના પ્રસિધ્ધ મેઘસ્વામી ની તલાવડી મુકામે ઉજવણી
તા.01/06/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
દુધઈના પ્રસિધ્ધ મેઘસ્વામી ની તલાવડી મુકામે ઉજવણી
સુપ્રસિધ્ધ વડવાળા દેવ દુધરેજ મંદિર ના મહંત શ્રી કનીરામ બાપુના જન્મ દિવસની અનોખી ઉજવણી મુળી તાલુકાનાં દુધઈ ગામે વિવિધ કાર્યક્રમ ગોઠવી કરવામાં આવી હતી જેમાં વહેલી સવારેથી પક્ષીઓ માટે ચણ (દાણા) સાથે ગાયોને ઘાસચારો અને મહંતશ્રીની આરતી બાદ તેઓ ના સંકલ્પ થકી ૧૦૦૮ વૃક્ષોનું વૃક્ષારોપણ કાર્યક્રમ દુધઈના પ્રસિધ્ધ મેઘસ્વામી બાપુની તલાવડી મુકામે ગોઠવવામાં આવેલ જેમાં દુધઈના ગામજનો દુધઈ મહંત શ્રી રામબાપુ અને દુધઈના પુર્વ સરપંચ ભગવાનભાઈ રબારીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને મુખ્ય દાતા અને સંચાલન કરેલ હતું પૂ. કનીરામબાપુને ભગવાન વડવાળા દેવ લાંબુ આયુષ્ય આપે અને સમગ્ર માનવજાત ને ઉપયોગી સેવાઓની સરવાણી તેઓના આશીર્વાદથી વહેતી રહે તે માટે આરતી સાથે સંકલ્પ પણ લેવામાં આવેલ સમગ્ર કાર્યક્રમ માં યૂવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શિક્ષણ ક્ષેત્રમાં પ્રગતિ કરે અને વ્યસનથી દૂર રહેવા માટે ભગવાનભાઈએ જણાવ્યું હતું.