લગ્ન દિવસની અનોખી ઉજવણી: ધ્રાંગધ્રામાં દંપતીએ રક્તદાન થકી કરી લગ્નની 19 મી એનિવર્સરીની ઉજવણી, રક્તદાન મહાદાનનો સંદેશ આપ્યો
તા.21/01/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ દંપતી અસલમ ખાન બહાદુખાન પઠાણ તથા તેમના પત્ની ફરહાના બેન અસ્લમખાન પઠાણ દ્વારા તેમના લગ્ન જીવનની 19 માં વર્ષની ઉજવણી બ્લડ ડોનેટ કરીને અનોખા સ્વરૂપે કરીને અનેક નવ દંપત્તીઓ માટે ઉદાહરણ પૂરું પાડ્યું છે જેમાં નામાંકિત વ્યક્તિઓને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવે છે જેથી કરીને સમાજનો બહોળો યુવા વર્ગ પ્રેરણા લઈને આ મહાદાનમાં જોડાય ધાંગધ્રા ગ્રુપ દ્વારા સેવાકીય યોગદાનનો ઉત્તમ દાખલ છે ત્યારે સમાજ જીવનમાં પણ ઘણા વીરલાઓ એવા હોય છે, જે નિશ્વાર્થ ભાવે જાહેર સમાજ માટે પોતાનું ઉત્તમ યોગદાન આપી જાણે છે ધ્રાંગધ્રા શહેરના મુસ્લિમ દંપતી અસલમ ખાન બહાદુખાન પઠાણ તથા તેમના પત્ની ફરહાના બેન અસ્લમખાન પઠાણ દ્વારા તેમના લગ્ન જીવનની 19 માં વર્ષની ઉજવણી અનોખા સ્વરૂપે કરીને અનેક નવ દંપત્તિઓ માટે ઉદાહરણ પૂરું પડ્યું છે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપ દ્રારા છેલ્લા ઘણા વર્ષોથી પ્રશાસન, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો તેમજ નામાંકિત વ્યક્તિઓને રક્તદાન કરવાની અપીલ કરવામાં આવે છે જેથી કરીને સમાજનો બહોળો યુવા વર્ગ પ્રેરણા લઈને આ મહાદાનમાં જોડાય ત્યારે ધ્રાંગધ્રા બ્લડ ડોનેટ ગ્રુપના સંચાલક સલીમભાઈ ઘાંચી દ્રારા શરુ કરેલ નવી પહેલમાં અસલમ ખાન બહાદુખાન પઠાણ તથા તેમના પત્ની ફરહાના બેન અસ્લમખાન પઠાણ લગ્ન વર્ષની ઉજવણી માટે નવું જ સેવાકીય પ્લેટફોર્મ પૂરું પાડયું હતું.