SAYLASURENDRANAGAR

સાયલા પોલીસ સ્ટેશનના છેતરપીંડીના ગુનામાં નાસતા ફરતા આરોપીને અંજાર સીટી વિસ્તારમાંથી ઝડપી લીધો

તા.25/12/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જીલ્લામાં પેટ્રોલીંગ કરી નાસતા ફરતા આરોપીઓ બાબતે હકીકતો મેળવી તપાસ કરી મળી આવ્યે કાયદેસરની કાર્યવાહી કરીને અસરકારક કામગીરી કરવા માટે એલસીબીના પીઆઇ જે. જે. જાડેજા નાઓને ભારપૂર્વક જણાવી જરુરી સુચના માર્ગદર્શન કરેલ જે અન્વયે પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ આર. એચ. ઝાલા, વિજયસિંહ પરમાર, કિશનભાઇ, અનિરુદ્ધસિંહ સહિત સમગ્ર ટીમ દ્વારા એક્શન પ્લાન બનાવી સુરેન્દ્રનગર જિલ્લા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી હ્યુમન સોર્સીંસ તથા ટેકનીકલ સોર્સીસનો ઉપયોગ કરી નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે તાબાના સ્ટાફને સુચના તથા માર્ગદર્શન આપી સાથે રહી પેરોલ ફર્લો સ્કવોડ દ્વારા દ્વારા ખાસ મુહીમ હાથ ધરવામાં આવેલ જે અન્વયે તા.24-1ના રોજ પેરોલ ફર્લો સ્કવોડ સુરેન્દ્રનગરની ટીમ નાસતા ફરતા આરોપીઓ પકડી પાડવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન સાથેના પોલીસ વિજયસિંહએ બાતમીના આધારે સાયલા પોલીસ સ્ટેશન ગુ.ર.નં. 231-2024 આઇપીસી કલમ 407,413, 120બી, 285, 286 મુજબ ગુનો નાસતા ફરતા આરોપીને અંજાર સીટી વિસ્તારમાંથી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી સાયલા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!