અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા શહેરમાં બાળકોના સ્ટોરમાં ફર્સ્ટ ક્રાય (FirstCry) માં ચોરીની ઘટના સામે આવી છે.
ફર્સ્ટ ક્રાય (FirstCry) નામના બાળક વસ્તુઓના સ્ટોરમાં એક મહિલા દ્વારા ચતુરાઈપૂર્વક ચોરી કરતી ઘટનાનું સીસીટીવી ફૂટેજ બહાર આવ્યું છે. મહિલાએ સ્ટોરમાંથી માલસામાન ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની આ હરકત કેમેરામાં કેદ થઈ ગઈ.સ્ટોર માલિકે તરત જ સમગ્ર ઘટનાની જાણ મોડાસા પોલીસને કરી હતી અને મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી મહિલાની ઓળખ તથા પકડ માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.