લીમડી પોલીસ સ્ટેશન ખાતે અરજી મેળો અને વ્યાજખોરો વિરુદ્ધ જાગૃતિ કાર્યક્રમ યોજાશે.

તા.18/03/2026/ બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી પોલીસ મથક દ્વારા નાગરિકોની સમસ્યાઓના ત્વરિત અને સચોટ નિરાકરણ માટે એક સરાહનીય કદમ ઉઠાવવામાં આવ્યું છે.મ ત્યારે આગામી ૨૦ માર્ચ-૨૦૨૬ના રોજ લીંબડી પોલીસ સ્ટેશન ખાતે એક વિશેષ અરજી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતા અને પોલીસ વચ્ચેનો સેતુ મજબૂત કરવાનો અને ન્યાય પ્રક્રિયાને વેગ આપવાનો છે આ મેળા અંતર્ગત લીંબડી પોલીસ મથકની હદમાં આવતા તમામ ગામોના અરજદારોને આમંત્રિત કરવામાં આવ્યા છે પોલીસ અધિકારીઓ દ્વારા અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળીને સ્થળ પર જ યોગ્ય માર્ગદર્શન અને ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે ખાસ કરીને જે નાગરિકોએ અગાઉ અરજીઓ આપી હોય પરંતુ હજુ સુધી તેનો સંતોષકારક નિકાલ ન આવ્યો હોય તેમને આ મેળાનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી છે છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોના ત્રાસ સામે પોલીસ તંત્ર કડક ઝુંબેશ ચલાવી રહી છે આ અરજી મેળામાં વ્યાજખોરી અને વ્યાજવટાવ સંબંધિત પીડિતો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને કાયદાકીય રક્ષણ અને ન્યાય મળી રહે તે માટે આ મંચ એક મહત્વનું માધ્યમ બનશે તેમ લીંબડી ડિવિઝનના ડીવાયએસપી વિશાલ રબારી સાહેબની એકઅખબારી યાદીમાં જણાવાયું છે.




