SURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર PGVCL વિભાગ દ્વારા વધુ 64 જેટલા વીજ જોડાણો કાપી નાખવામાં આવ્યા

તા.20/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર જિલ્લામાં

સુરેન્દ્રનગર પીજીવીસીએલ વિભાગનો વીજલોસ સતત વધતો જઈ રહ્યો છે ત્યારે તે કંટ્રોલમાં લાવવા માટેની કામગીરી હવે શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર શહેર તેમજ 10 તાલુકાઓમાં સુરેન્દ્રનગર પીજીવીસીએલની 233 જેટલી ટીમો દ્વારા બિલ ઉઘરાણીની કામગીરી હાલ કરવામાં આવી છે અને બાકી બિલ ન ચૂકવણી કરતા એકમો અને વીજ ધારકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમના વીજ જોડાણો કાપવા અંગે સુધીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેમાં છેલ્લી 24 કલાકમાં કુલ 3,821 ગ્રાહકો પાસેથી 1.33 કરોડ રૂપિયાની બાકી બિલની રકમની વસૂલાત કરવામાં આવી છે 233 જેટલી ટીમોને કામે લગાવવામાં આવી હતી જેવા 64 જેટલા ગ્રાહકોના વીજ બિલ ન ભણતા વીજ જોડાણો સ્થળ ઉપર જ કાપી નાખવામાં આવ્યા છે 4.58 લાખ રૂપિયા જેટલી રકમની ભરપાઈ ન કરતા તેમના વિરોધમાં પગલાં પણ ભરવામાં આવી રહ્યા છે સમયસર વીજ બીલ ભરી દેવા માટે અપીલ કરવામાં આવી છે તે છતાં પણ સમયસર વીજબીલની ચૂકવણી કરવામાં આવતી નથી ત્યારે હવે વીજ વિભાગ પણ આંકરા પાણીએ છે સુરેન્દ્રનગર જિલ્લામાં 150 કરોડથી વધુનું વીજ બિલની રકમ ઉઘરાણીની બાકી છે ત્યારે અલગ અલગ ટીમો બનાવી અને માર્ચ એન્ડિંગ નજીક આવતા બાકી બીલની ઉઘરાણી કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!