GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ના યુવાને નર્મદા કેનાલમાં અગમ્ય કારણોસર પડતું મૂક્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૭.૪.૨૦૨૪

હાલોલના વોર્ડ નંબર ૨ ના પૂર્વ મહિલા કોર્પોરેટરના આશાસ્પદ યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુએ હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા નજીક આવેલી નર્મદાની મુખ્ય કેનાલમાં પડતું મૂક્યું હતું.જેમાં નયલુને બચાવવા જતા તેની પત્ની પણ કેનાલમાં ડૂબી હતી જેમાં નયલુની પત્નીને બચાવી લઇ હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણ મળી આવ્યું છે.જ્યારે આપઘાતના ઇરાદે નર્મદા કેનાલના વહેતા પાણીમાં પડતું મૂકનાર નયલુને હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ તેમજ વડોદરાની ફાયર ફાઈટરની ટીમ શોધખોળ કરવા કામે લાગી હતી.જેમાં કલાકો બાદ પણ નયલુનો કોઈ પત્તો ન લગતા હાલ તેની શોધખોળ ચાલી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરના વોર્ડ નંબર ૨ માં આવેલી ગુરુકૃપા સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર ૨ ના નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર સુખીબેન ભાઈલાલભાઈ ચૌહાણનો યુવાન પુત્ર નરેન્દ્ર ઉર્ફે નયલુ ભાઈલાલભાઈ ચૌહાણે વર્ષ 2019 માં પ્રેમ લગ્ન કર્યા હતા. જેમાં પ્રેમલગ્ન કર્યા બાદ નયલુ પોતાની પત્ની સાથે માતા-પિતાથી અલગ રહેતો હતો.જેમાં બંન્ને પતિ પત્નીના સુખી દાંપત્ય જીવન દરમ્યાન તેઓને ઘરે એક પુત્રીનો જન્મ થયો હતો.આજે બુધવારે વહેલી સવારે નરેન્દ્ર ઉર્ફે નયલુ ચૌહાણ અને તેની પત્ની હાલોલથી ચાલતા ચાલતા કોઈ કારણસર હાલોલ વડોદરા હાઇવે રોડ પર ખંડીવાળા ગામ પાસે આવેલી નર્મદાની મુખ્ય કેનાલ નજીક આવ્યા હતા.જેમાં કેનાલ નજીક આવી નરેન્દ્ર ઉર્ફે નયલુએ કોઈક અગમ્ય કારણસર એકાએક કેનાલના વહેતા પાણીમાં કેનાલની પાળ પરથી આપઘાત કરવાના ઇરાદે કેનાલમાં ઝંપલાવ્યું હતું.જેમાં નયલુને કેનાલના પાણીમાં કુદતો બચાવવા જતા તેની પત્નીએ તેનો હાથ પકડી લીધો હતો પરંતુ તેનો હાથ પકડવા જતાં તે પણ લપસી કેનાલમાં પડી ગઈ હતી. કેનાલમાં પડ્યા બાદ તેણે બૂમાબૂમ કરતા તેની બૂમાબૂમનો અવાજ સાંભળી અને તેઓને પડતા જોઈ આસપાસથી ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા. અને કેનાલમાં પડેલી નયલુ તથા તેની પત્નીને બચાવવાની કોશિષ કરી હતી.તે દરમ્યાન કોઈ રાહદારીએ ઝડપભેર દોડી આવી નયલુની પત્નીનો હાથ પકડીને તેને તાત્કાલિક કેનાલમાંથી બહાર કાઢી લીધી હતી.પરંતુ કેનાલના વહેતા ઊંડા પાણીમાં નયલુ આગળ નીકળી જઈ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેને લઈને તેને બચાવી શક્યા ન હતા.જ્યારે પાણીમાં પડેલી નયલુની પત્નીને અર્ધ બેભાન હાલતમાં પાણીમાંથી બહાર કાઢી તાત્કાલિક હાલોલની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં હતી. સારવાર બાદ તેની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળી આવ્યું છે.જ્યારે આપઘાતના ઇરાદે કેનાલમાં કુદેલા નરેન્દ્ર ઉર્ફે નયલુની શોધખોળ કરવા વહેલી સવારથી જ હાલોલ નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમે કામે લાગી હતી.પરંતુ લાંબા સમય સુધી તેનો કોઇ પત્તો ન લાગતા વડોદરાની ફાયર ફાઈટરની ટીમની પણ મદદ લેવામાં આવી છે.બન્ને ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી સવારે આઠ કલાકથી નયલુ ને કેનાલના વહેતા પાણીમાંથી બહાર કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.પરંતુ કલાકોની ભારે જહેમત બાદ પણ શોધખોળ કરતા નરેન્દ્ર ઉર્ફે નયલુનો કોઈ પત્તો લાગ્યો ન હતો.બનાવ અંગે ની જાણ થતા નયલુના પરિવારજનો સહિત તેના મિત્ર વર્તુળના લોકો કેનાલ ખાતે દોડી આવ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!