લીંબડીના ઊંટડી પુલ પર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા સ્પેશિયલ મટીરીયલ દ્વારા સી.સી પેચવર્કની કામગીરી કરવામાં આવી

તા.15/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ચોમાસાની ઋતુ દરમિયાન ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારમાં રોડ, રસ્તા, પુલ વગેરે બિસ્માર થતા નાગરિકોને તકલીફ ન પડે તે માટે રાજ્યમાં ક્ષતિગ્રસ્ત રસ્તાઓના સમારકામની કામગીરી સત્વરે પૂર્ણ કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આદેશ આપ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં જિલ્લા કલેકટર રાજેન્દ્રકુમાર પટેલના માર્ગદર્શન હેઠળ રોડ-રસ્તા મરામત કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે અંતર્ગત આજે માર્ગ અને મકાન વિભાગ રાજ્ય લીંબડી દ્વારા ઊંટડી પુલ પર સ્પેશિયલ મટીરીયલ દ્વારા સી.સી પેચવર્કની કામગીરી કરવામાં આવી હતી માર્ગ અને મકાન વિભાગ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા સહિતના સંબંધિત વિભાગો દ્વારા ક્ષતિગ્રસ્ત રસ્તાઓને દુરસ્ત કરવા માટે યુદ્ધના ધોરણે મેટલ પેચ અને ડામર પેચની કામગીરી કરવામાં આવી રહી છે આ માટે વેટમિક્સ, મેટલ પેચનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તદુપરાંત જેસીબી, રોલર, ડમ્પર, ટ્રેક્ટર અને માનવબળને ક્ષતિગ્રસ્ત માર્ગો પર ઉતારી દેવામાં આવ્યા છે બાકીના ખાડાઓની કામગીરી પણ ઝડપથી આગળ વધી રહી છે અને તાત્કાલિક પૂર્ણતા લાવવાનો નિર્ધાર રાખવામાં આવ્યો છે.



