MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડાનો જન્મ દિવસ ઉજવ્યો

તા.20/01/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાનાં ગઢડા ગામે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા આજે બોટાદ કડદાકાંડ ઘટનામાં રાજકોટ જેલ હવાલે છેલ્લા ૯૫ દિવસથી રહેલા ખેડૂત આગેવાનો રાજુભાઈ કરપડાનો આજે જન્મદિવસ હોય તે હાલ જેલ હવાલે હોય ત્યારે ખેડૂતો અને આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા વૃક્ષારોપણ- બાળકોને બટુકભોજન- પક્ષીઓને ચણ સાથે કેક કાપી જન્મ દિવસની શુભકામના પાઠવી હતી સરકારની તાનાશાહી નિતીરીતી સામે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો અને રાજુભાઈ કરપડાને તાત્કાલિક ધોરણે જામીન મુક્ત કરવામાં આવે તેવી લોકમાંગ સાથે ભગવાનને પ્રાર્થના કરી રાજુભાઈ કરપડાને શક્તિ આપે અને શરીર નિરોગી રહે અને લડત માટે વધુમાં તાકાત મળે




