ચોટીલા પ્રાંત અધિકારીએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ કર્યો

તા.26/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ડીવીઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનિજ માફીયાઓ દ્વારા કોલસાના મોટા કુવાઓ ગાળી કોઇપણ પ્રકારની ગાઇડલાઇનનું પાલન કર્યા વિના તદન ગેરકાયદેસર રીતે વિસ્ફોટક કરી કોલસાના આશરે ૧૬૦ ફુટ વર્ટીકલ રેબીટ હોલ કુવાઓ ગાળી તેની અંદર જે જગ્યાએ કોલસાના લેઅર ચાલુ થાય ત્યાં સુ૫ર પાવર ૯૦ તેમજ જીલેટીક વિસ્ફોટકના ઉ૫યોગથી હોરીઝનટલ સુરંગો ગાળી તેમાં સુરંગોમાં મીની ટ્રકટર લઇ જઇ પરપ્રાંતીય મજુરો તેમજ સ્થાનિક મંજુરોના જીવ જોખમમાં મુકી લાંબાગાળાથી ગેરકાયદેસર રીતે કોલસાનું ખનન કરવામાં આવતુ હતુ જેના કારણે આજુ બાજુ ના ઘરો, સ્કુલો, આંગણવાડી, વિજળીના થાંભલાઓ તેમજ અન્ય સરકારી તેમજ ખાનગી મિલકતોમાં તીરાડો પાડી નુકશાન કરેલ છે તેમજ ૫ર્યાવરણને ૫ણ મોટા પ્રમાણમાં નુકશાન કરેલ છે તેમજ આ કોલસાના કુવાઓમાં ખતરનાક વિસ્ફોટકનો ઉપયોગ કરવામાં આવે છે જે વિસ્ફોટકના પ્રચંડ અવાજથી આજુબાજુ રહેતા લોકો શાંતિથી સુઈ શકતા નથી તેમજ ખનિજ માફીયાઓ પ્રતિદિન રાત્ર દિવસ મોટા પ્રમાણમાં કોલસાનું ખનન, વહન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન કરતા હતા તેમજ અગાઉ ઘણી વાર કુવામાં મંજુરો મરવાની ઘટનાઓ બનેલ હતી તેમજ કુવાઓમાં વન્યપ્રાણીઓ તેમજ ૫શુઓ ૫ડવાની ઘટતા બનતી હોય છે તેમજ ખનિજ માફીયાઓ કોલસાની ખનિજ ચોરી અંગેની તદન ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી સુરક્ષાના કોઇ૫ણ નિયમોનુ પાલન કર્યા વિના બિનવૈજ્ઞાનીક ઢબે તથા તદન ગેરકાયદેસર રીતે ખનન કરી તેઓની અને બીજાની જીંદગી જોખમમાં મુકે છે ખનિજ માફિયાઓ દ્વારા મોટા પ્રમાણમાં કોલસાનું તેમજ સફેદ માટી તથા અન્ય ખનિજનું બિનકાયદેસર અને બિન વૈજ્ઞાનિક ઢબે ખનન કરવામાં આવતું હતું ખાસ કરીને, “rabbit hole” પ્રકારના ઊંડા કૂવા અને સાંકડા ગાળાઓ બનાવી underground mining કરવામાં આવતું હતું જ્યારે આવા પ્રકારનું ભૂગર્ભ ખનન સંપૂર્ણપણે પ્રતિબંધિત છે તેમ છતા આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓમાં મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર કામ પર મૂકવામાં આવતા હતા ખાણોમાં ધસારો (collapse) થવાનો ઊંચો ખતરો રહેતો હતો ઓક્સિજનની અછત, ઝેરી વાયુઓ અને દુર્ઘટનાની ગંભીર શક્યતા રહેલી હતી તેમજ વિસ્ફોટકના કારણે ભેખડો ૫ડવાના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હતું તેમજ ખનિજ માફિયાઓ દ્વારા વિસ્ફોટક પદાર્થોનો આડેધડ અને બિનઅધિકૃત ઉપયોગ કરીને ખનન કરવામાં આવતું હતું જે જાહેર સુરક્ષા માટે અત્યંત જોખમી છે અને ગંભીર ગુનાહિત પ્રવૃત્તિ હેઠળ આવે છે તેમજ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળી જગ્યાઓ દુર્ગમ વિસ્તારમાં આવેલ છે તે જગ્યાએ ખનિજ માફીયાઓ મોટા પ્રમાણમાં ખનિજ ચોરી કરે છે અને તપાસ ટીમને જવાના રસ્તાઓ ઉ૫ર ખનીજ માફિયાઓ કાંટા, મોટાં પથ્થર, માટીના પાળાની આડસ કરી, ટીમ તે જગ્યાએ ન જઈ શકે તે માટે આ કૃત્ય કરતાં હોય છે જેના કારણે આ ગેરકાયદેસર ખનિજ ખોદકામ વખતે આકસ્મિક દરોડાં પાડતાં સમયે અઘિકારી કર્મચારી સ્થળ પર સમયસર ન પહોંચી શકતાં ખનીજ માફિયાઓ નાસી જાય છે તેમજ અમુક સમયે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ વાળી જગ્યાએ ખનીજ માફિયાના ટોળાં એકત્રીત થઈ ઉશ્કેરણી જનક વાતાવરણ ઉભું કરે છે તેવુ ન બનાવા પામે અને ખનિજ ચોરી ન કરવામાં આવે તે માટે પોલીસ ઇન્સ્પેકટર મુળીએ દરખાસ્ત તૈયાર કરી નાયબ પોલીસ અઘિક્ષક સુરેન્દ્રનગર મારફત અત્રેને મોકલી આપેલ હતી જે કામે સુનાવણી રાખવામાં આવેલ હતી જે અંતર્ગત ૨૫/૦૩/૨૦૨૬ ના રોજ નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ નીચે મુજબના નામવાળા કુલ 19 ખનિજ માફીયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવા હુકમ કરવામાં આવ્યા જેમાં તડીપાર કરવામાં આવેલ ઇસમોના નામ કાળુભાઇ મોતીભાઇ ખાંભલા રહે, ગઢડા મુળી (૭ માસ), કાનાભાઇ મામૈયાભાઇ ખાંભલા રહે, ગઢડા મુળી (૭ માસ), જયપાલસિંહ ભરતસિંહ કાઠીયા રહે, મુળી મુળી (૮ માસ), વિજયભાઇ વાઘજીભાઇ શિહોરા રહે, સરલા મુળી (૭ માસ), મુકેશભાઇ જાદવજીભાઇ શિહોરા રહે, સરલા મુળી (૮ માસ), રૂખડભાઇ કુકાભાઇ જોગરાણા રહે, ખાખરાળા મુળી (૮ માસ), રતુભાઇ વિરાભાઇ જોગરાણા રહે, ભવાનીગઢ મુળી (૭ માસ), ખોડાભાઇ લીંબાભાઇ રબારી રહે, ખંપાળીયા મુળી (૮ માસ), આલાભાઇ લીંબાભાઇ રબારી રહે, ખંપાળીયા મુળી (૮ માસ), પ્રભુભાઇ ઘુઘાભાઇ કોળી રહે, ખંપાળીયા મુળી (૮ માસ), જેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે, ખંપાળીયા મુળી (૮ માસ), પેમાભાઇ હરજીભાઇ બાવળીયા રહે, ખંપાળીયા મુળી (૮ માસ), ખીમાભાઇ મેરુભાઇ રબારી રહે, ખંપાળીયા મુળી (૮ માસ), ભરતભાઇ ગોવિંદભાઇ સારલા રહે, ૫લાસા મુળી (૭ માસ), સુનીલભાઇ હનાભાઇ ફીસડીયા રહે, ૫લાસા મુળી (૭ માસ), રઘુભાઇ છનાભાઇ નદીશાળીયા રહે, ખાખરાળ મુળી (૮ માસ), યુવરાજસિંહ ક્રિપાલસિંહ ૫રમાર રહે, નવાણીયા મુળી (૯ માસ), ઉદયભાઇ ભરતભાઇ વિક્રમા રહે, ફુલઝર ચોટીલા (૬ માસ), રઘુભાઇ નાનજીભાઇ મકવાણા રહે, સરલા મુળી (૮ માસ) કુલ 19 ઈસમો સામે કાર્યવાહી કરવામાં આવી છે.




