CHOTILASURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા પ્રાંત અધિકારીએ રાજકોટ નેશનલ હાઇવે પરથી ગેરકાયદેસર લાકડાનું વહન કરતા 15 ટ્રક ઝડપી રૂ. 2.40 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.

તા.20/12/2025/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ગત મધ્યરાત્રિએ તંત્ર દ્વારા એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ચોટીલાના નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા અને તેમની ટીમે રાત્રિના ૧૨ થી વહેલી સવારના ૪ કલાક દરમિયાન આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું આ તપાસ દરમિયાન કોઈ પણ પ્રકારની પરવાનગી ટ્રાન્સપોર્ટ પાસ કે લાકડા કાપવાની મંજૂરી વગર પસાર થતા ૧૫ જેટલા આઈસર અને ટ્રક વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કામગીરીમાં કુલ ૧૫ વાહનોમાં ભરેલા ગેરકાયદે લીલા લાકડાનો જથ્થો અને વાહનો મળી અંદાજે રૂ. ૨,૪૦,૦૦,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ તમામ વાહનોને હાલ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્યા છે ત્યારે તંત્ર દ્વારા ઝડપાયેલા વાહન માલિકો અને ડ્રાઈવરો વિરુદ્ધ સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારો ૧૯૫૧ ના વિવિધ નિયમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તપાસમાં બહાર આવ્યું છે કે આ લાકડા તદ્દન ગેરકાયદેસર રીતે અને પર્યાવરણના નિયમોના ભંગ સાથે હેરફેર કરવામાં આવી રહ્યા હતા આ કાર્યવાહીમાં મોરબી, હળવદ, કઠલાલ, પોરબંદર અને મધ્યપ્રદેશ- રાજસ્થાનના ચાલકોની સંડોવણી હોવાનું ખુલ્યું છે નાયબ કલેક્ટરની આ આકરી કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ ઓપરેશનમાં જીજે 06 એકસએકસ 1254 તથા જીજે 12 ડબલ્યુ 8677 તથા જીજે 11 ઝેડ 3411 સહિતના કુલ ૧૫ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે જેમાં મોરબીના અશ્વીનભાઇ પટેલ અને હળવદના હર્ષદભાઇ ઠાકોર જેવા માલિકોના વાહનોનો સમાવેશ થાય છે.

Back to top button
error: Content is protected !!