ચોટીલા પ્રાંત અધિકારીએ તરણેતરમાં મોડી રાત્રે ખનિજ માફિયાઓ પર ત્રાટકી 1.97 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો.
એક હિટાચી, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો.

તા.04/03/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
એક હિટાચી, ત્રણ ડમ્પર, એક ટ્રેક્ટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ડામવા માટે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણા અને તેમની ટીમ દ્વારા ગત મોડી રાત્રે થાનગઢ તાલુકાના તરણેતર ગામે આકસ્મિક દરોડા પાડીને મોટા પાયે ચાલતું ગેરકાયદે ખનન ઝડપી પાડ્યું છે આ બનાવની વિગતે વાત કરીએ તો મોડી રાત્રે સર્ચ ઓપરેશન 3 માર્ચના રોજ વહેલી સવારે આશરે 2:30 વાગ્યાના અરસામાં નાયબ કલેક્ટરની ટીમે તરણેતર ગામના સરકારી સર્વે નંબર 592 વાળી જમીનમાં તપાસ હાથ ધરી હતી આ સ્થળે સેન્ડસ્ટોન અને સફેદ માટીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું હતું તંત્રની અચાનક એન્ટ્રીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો જપ્ત કરવામાં આવેલ એક હિટાચી મશીન, ડમ્પર નંબર GJ 03 BV 7947, ડમ્પર નંબર GJ 13 TA 0727, ડમ્પર નંબર GJ 13 AW 3396, ટ્રેકટર નંબર GJ 13 AR 8463 સહિતનો મુદ્દામાલ તંત્ર દ્વારા સ્થળ પરથી કુલ 1,97,00,000 ની કિંમતના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આ ખનન પ્રવૃત્તિમાં સામેલ વેરશીભાઇ લાલજીભાઇ સારદીયા તરણેતર, લગઘીરભાઇ ભીમશીભાઇ લલોતરા ડોળીયા, હેમુભાઇ જીવરાજભાઇ ખમાણી તરણેતર અને કાળુભાઇ હેમુભાઇ ખમાણી તરણેતર સામે ‘ગુજરાત મિનરલ રૂલ્સ 2017’ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે વધુમાં આરોપીઓ સામે લેન્ડ ગ્રેબિંગ અને તડીપાર જેવી કડક કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ત્યારે સરકારી જમીનમાં ખનન થતું હોવા છતાં ધ્યાન ન આપવા બદલ અથવા બેદરકારી દાખવવા બદલ તરણેતર ગામના તલાટી કમ મંત્રી અને સરપંચ સામે પણ શિક્ષાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાની એક અખબારી યાદીમાં જણાવાયું છે.




